સરીગામના પ્રવેશ દ્વારપર બિરસા મુંડાની પ્રતિમાનું ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરવામાં આવેલું અનાવરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારના 09:00 કલાકે ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના હસ્તે આદિવાસીના ભગવાન અને ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરગામ તાલુકાની તમામ આદિવાસી જાતિના આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંગઠનના પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી. વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા આદિવાસી ભાઈ-બહેનોએ ભવ્ય રેલીનું આયોજન કરી આદિવાસીઓની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રેલી સરીગામથી માંડા અને સરઈ ફાટક થઈ ધોડીપાડા સાંસ્કળતિક ભવન ખાતે પહોંચી હતી. જ્યાં રેલી જાહેર સભામાં રૂપાંતરિત થવા પામી હતી.