Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ પોલીસની ગાંધીગીરીઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ચલાનની દંડાત્‍મક કાર્યવાહીની જગ્‍યાએ ગુલાબનું આપેલું ફૂલ

દમણના નવનિયુક્‍ત ડીઆઈજી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાએ પોલીસને વધુ લોકાભિમુખ અને પ્રજાવત્‍સલ બનાવવા શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે ટ્રાફિકના નિયમોની અવહેલના કરનારાઓ પાસે ભવિષ્‍યમાં નિયમોનું પાલન કરવાના સત્‍યનો રાખેલો આગ્રહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24: આજે દમણ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ચલાનની દંડાત્‍મક કાર્યવાહીની જગ્‍યાએગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરી હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના સત્‍યનો આગ્રહ પણ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના નવનિયુક્‍ત એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાએ પોલીસ તંત્રની કામગીરીને લોકાભિમુખ કરી પ્રજાવત્‍સલ બનાવવા શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે 35મા ‘રાષ્‍ટ્રીય સડક સુરક્ષા મહિના’ અંતર્ગત આજે હેલમેટ અને સીટબેલ્‍ટ બાંધવા વગર ચલાવી રહેલ દ્વિચક્રી અને ચારચક્રી વાહનચાલકો સામે ચલાન ફાડવાની જગ્‍યાએ તેમને ગુલાબનું ફૂલ આપી ફરી આવી ભૂલ નહીં કરવા સમજ આપવામાં આવી હતી.
દમણના ડી.આઈ.જી.પી. શ્રી આર.પી.મીણાના નેતૃત્‍વમાં એસ.ડી.પી.ઓ. શ્રી રજનીકાંત અવધિયા, ટ્રાફિક ઈન્‍ચાર્જ પી.આઈ. શ્રી કે.બી.મહાજન તથા પી.એસ.આઈ. શ્રી વિશાલ પટેલ સહિત પોલીસકર્મીઓએ ટ્રાફિકના નિયમોની અવહેલના કરવાવાળા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરી હતી. જેના કારણે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોએ સ્‍વયં શરમ અનુભવી હતી.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પરિવહન વિભાગ દ્વારા 15 જાન્‍યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી 35મા ‘રાષ્‍ટ્રીય સડક સુરક્ષા મહિના’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહિનામાં વિભાગ દ્વારા સ્‍કૂલ-કોલેજ સહિત વિવિધ જગ્‍યાઓએ અનેક પ્રકારના જાગૃતિઅભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આજે દમણ પોલીસના ડેપ્‍યુટી ઈન્‍સ્‍પેક્‍ટર ઓફ જનરલ શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાએ જિલ્લાના વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા હતા.

Related posts

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજના શિક્ષણમાં વધુ એક મોર પંખ ઉમેરાયું : કોલેજને NAAC B++ ગ્રેડ મળ્‍યો

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાય અને ડેપ્‍યુટી સેક્રેટરી જતિન ગોયલના દિશા-નિર્દેશમાં ‘પોષણ માસ -2021’ની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

vartmanpravah

Leave a Comment