Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાલીધૂંયા વન વિભાગની જમીનમાં ચાલેલું માટી ચોરીનું રેકેટ

ગ્રામજનોની રજૂઆત સાથે ગામના આગેવાન તેમજ બીટ અધિકારી ઉપર મુકેલા આક્ષેપના પગલે સંજાણ આરએફઓ તેજસ પટેલે સ્‍થળ નિરીક્ષણ કરી હાથ ધરેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.03: ઉમરગામ તાલુકાના પાલી ધૂંયા ખાતે ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટની જમીનમાંથી માટી ઉલેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હતી. આ ગોરખ પ્રવૃતિમાં ગામના આગેવાન તેમજ ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટના બીટ અધિકારીની સંડોવણી હોવાથી આ કારોબાર લાંબા સમયથી ચાલી રહ્યો છે એવો આરોપ અને ફરિયાદ ગ્રામજનો દ્વારા સંજાણ આરએફઓ શ્રી તેજસભાઈપટેલને કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે ફોરેસ્‍ટ અધિકારીએ બે દિવસ પહેલા એમની ટીમ સાથે પાલી ધૂંયા ડુંગરપાડ વિસ્‍તારમાં નિરીક્ષણ કરવાની ફરજ પડી હતી જ્‍યાં ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટ ની રિઝર્વ જમીનમાં માટીનું ખોદકામ તેમજ દબાણ કર્યાનું સામે આવવા પામ્‍યું છે. તપાસના ભાગરૂપે ફોરેસ્‍ટ અધિકારીએ ગ્રામજનોની ફરિયાદ અને કરેલા આક્ષેપોને મુદ્દા સહિત નોંધ કરી તપાસની કાર્યવાહી આગળ વધારી છે. જેને પગલે આ માટીચોરીના રેકેટમાં સંડોવાયેલા તમામ ઈસોમોમાં ખળભળાટ મચી જવા પામી છે.

Related posts

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન

vartmanpravah

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જાડાયા

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

vartmanpravah

સેલવાસઃ પારદર્શક, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવાની કવાયતઃ સુરક્ષાકર્મીની ફલેગ માર્ચ સાક્ષી

vartmanpravah

Leave a Comment