Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલે કૃષિ મંત્રીને લેખિત રજૂઆત કરી વળતરની માંગ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લામાં પાછલા કેટલાક દિવસથી વાતાવરણના પલટા સાથે કમોસમી વરસાદ પડયો છે. ગઈકાલે વઘઈ, સાપુતારામાં પણ વધુ વરસાદ પડયો હતો. હજુ પણ તા.19 માર્ચ સુધીવરસાદની આગાહી છે. આ કમોસમી વરસાદથી સૌથી વધારે ખરાબ આડઅસર થઈ હોય તો કેરી પાકને થઈ છે. પ્રથમ રાઉન્‍ડમાં આવેલ વાવાઝોડા સાથેના વરસાદે કેરી પાકની તબાહી કરી દીધી. કાચી કેરી, મોર અને મંજરી જમીનદોસ્‍ત થઈ ચૂકી હતી. તેથી વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં કેરી પાકનું કમોસમી વરસાદથી નુકશાન થયું હોવાથી ત્રણ ધારાસભ્‍યોએ કૃષિમંત્રીને લેખિત પત્ર લખીને કેરી પાકના નુકશાન પેટે ખેડૂતોને વળતર આપવાની માંગણી કરી છે.
વલસાડ જિલ્લામાં ખેતીનો મુખ્‍ય પાક કેરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. પાક તૈયાર થવાના છેલ્લા તબક્કામાં જ કુદરત રૂઠી અને કમોસમી વરસાદ આવી પડયો હતો. આ વર્ષે કમોસમી વરસાદને લઈ કેરીનો પાક માત્ર 40 ટકા જ બચ્‍યો છે તેથી ખેડૂતોને ભારે નુકશાન પડી ચુક્‍યું છે. ખેડૂતને પાયમાલ થતો બચાવવા વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલએ સંયુક્‍ત રીતે કૃષિ મંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકને થયેલ પારાવાર નુકશાનને લઈ યોગ્‍ય વળતર આપવું જોઈએ તેવી ધારાસભ્‍યોએ માંગણી કરી છે.

Related posts

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

દાનહમાં કામ કરતી આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પગાર વધારવા જિલ્લા કલેક્‍ટર પાસે માંગેલી દાદઃ 10 દિવસની અંદર સમસ્‍યાના સમાધાનનું કલેક્‍ટરશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આઈકોનિક વીકની ઉજવણી સંપન્ન

vartmanpravah

Leave a Comment