Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચીખલી તાલુકાના ગામોમાં મોટી સંખ્યામાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જાડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકામાં સવારના દસ વાગ્‍યે ગામે ગામ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. તાલુકાના ઘેજ ગામે સરપંચ રાકેશભાઈ, ડેપ્‍યુટી સરપંચ ગૌરાંગભાઈ સોલંકી, તાલુકા સભ્‍ય ધર્મેશભાઈ સહકારી મંડળીના ચેરમેન ભરતભાઈ, અગ્રણી શૌલેશભાઈ, ભરડા તલાટી કલ્‍પેશભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં ગ્રામ પંચાયત કચેરીની આસપાસ સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં શિક્ષકો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. અને સ્‍વચ્‍છ ભારતના સંકલ્‍પને સાકાર કરવાના શપથ દુકાન ફળીયા પ્રાથમિક શાળાના આચાર્ય વનીતાબેને લેવડાવ્‍યા હતા.
ફડવેલ ગામે સરપંચ ઉષાબેન, તાલુકા પંચાયત સભ્‍ય મહેશભાઈ, પૂર્વ સરપંચ હરીશભાઈ, તલાટી સંજયભાઈ સહીતનાની ઉપસ્‍થિતિમાં મોટી સંખ્‍યામાં સ્‍થાનિકો જોડાઈ આંગણવાડી, પ્રાથમિક શાળા, પીએચસી, હાઈસ્‍કૂલ સહિતના વિવિધ સ્‍થળોએ સફાઈ કરવામાં આવી હતી.સ્‍વચ્‍છતા અંગેના શપથ પીએચસીના સુપરવાઈઝર અરૂણભાઈ પટેલે લેવડાવ્‍યા હતા.
તાલુકા મથક ચીખલી રેફરલ હોસ્‍પિટલથી લઈ ડેપો સર્કલ, હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્‍તા, હાઈસ્‍કૂલ શોપિંગ સેન્‍ટર સહિતના મુખ્‍ય માર્ગો પર સ્‍વામિનારાયણની બીએપીએસ સંસ્‍થાના દિવ્‍ય સાગર સ્‍વામી તપોનિધિ સ્‍વામી ચીખલી ક્ષેત્રેના નિર્દેશક કમલેશભાઈ સહિતનાની આગેવાનીમાં 100-જેટલા હરીભક્‍તો સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાઈ મોટાપાયે સાફ સફાઈ કરી મહંત સ્‍વામીના સ્‍વચ્‍છતા એ મહત્‍વના શિષ્ટાચાર અને આધ્‍યાત્‍મિક સાધનાના સૂત્રને સાકાર કર્યું હતું. ગામે ગામ બીએપીએસ સંસ્‍થાના હરિભક્‍તો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કર્મચારીઓ, સ્‍થાનિકો મોટી સંખ્‍યામાં જોડાઈ સફાઈ કરી હતી.

Related posts

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

vartmanpravah

સરીગામ નજીકના ગામની યુવતી સાથે લગ્નની લાલચે દુષ્‍કર્મ આચરનાર યુવાન સામે ગુનો દાખલ

vartmanpravah

લક્ષદ્વીપ દુનિયા માટે ઈકો ટુરિઝમનું મોડેલ બનશેઃ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

તા.૨૨મીએ વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment