January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર અથાલ નજીક ઈકો કારને નડેલો અકસ્‍માત

કોઈક ટિખળખોરે અથાલ વળાંક પર નાળું મુકીદીધેલ હતું જે ધુમ્‍મસના કારણે ચાલકને નહીં દેખાતાં ઈકો કાર નાળા સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલો ગંભીર અકસ્‍માતઃ કારને થયેલું મોટું નુકસાનઃ ચાલકનો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : ગુજરાતના વલસાડ તથા મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં વધારા સાથે ગાઢ ધુમ્‍મસનું વાતાવરણ જોવા મળે છે. આજે શુક્રવારે સવારે 6:00 વાગ્‍યાના સુમારે સેલવાસથી નરોલી તરફ જઈ રહેલ ઈકો કાર નંબર ડીએન-09 ડી-0491ના ચાલકે અથાલ નજીક વળાંક પર વચ્‍ચે કોઈક ટિખળખોરે નાળું મુકેલ હતું. જે ગાઢ ધુમ્‍મસના કારણે ઈકો કારના ચાલકને દેખાયુ ન હતું. જેના કારણે કાર નાળા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્‍માતના પગલે ઈકો કારના બોનટ સહિત આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. જ્‍યારે કારચાલકનો ભગવાનની કૃપાથી ચમત્‍કારિક બચાવ થયો હતો. જ્‍યારે ઘટનાના કારણે ભારે ટ્રાફિક જામ પણ થયો હતો. ઘટનાની જાણ દાનહ ટ્રાફિક પોલીસને થતાં પોલીસ કર્મચારીઓની ટીમ ઘટના સ્‍થળે તાત્‍કાલિક દોડી આવી ટ્રાફિકજામને હળવો કર્યો હતો.

Related posts

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

જીઈબીના ઈલેક્‍ટ્રીક 100 જેટલા મીટરો સાથે મોતીવાડાથી એક ઝડપાયો

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં પોષણ અભિયાનની ઉજવણીઃ ગણેશ મંડળોમાં મહિલા લાભાર્થીઓને કરાઈ રહ્યા છે જાગૃત

vartmanpravah

Leave a Comment