December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે સર્વિસ રોડ ઉપર ખનકી-ગટર પાસે સેફટી દિવાલ બનાવવાની ઉઠેલી માગ

રાત્રિના સમયે સામી હેડલાઈટના પ્રકાશમાં વાહન ચાલક
ગટરમાં ખાબકી જવા ભીતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી છરવાડા હાઈવે સર્વિસ માર્ગની નજીક પાકી ગટર લાઈન બનાવાયેલ તેની પાસેથી નાનકડી ખનગી સમાંતર પસાર થાય છે. આ ખનકી વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહી હોવાથી અહીં સેફટી દિવાલ જાહેર સલામતિ માટે બનાવવી જરૂરી છે તેવી માગ ઉઠવા પામી છે.
વાપી બલીઠા પુલથી લઈ વૈશાલી ચાર રસ્‍તા સુધી બન્ને તરફ હાઈવે સર્વિસ રોડ આવેલ છે. આ બન્ને સર્વિસ રોડ હંમેશા ટ્રાફિક વ્‍યક્‍ત રહે છે. બલીઠા તરફ જતા સર્વિસ રોડ ઉપર નવા છરવાડા ક્રોસિંગ નજીક મોટી પાકી ગટર અને ખનકી વહે છે. આ જગ્‍યાએ સેફટી વોલ બનાવવાની જરૂરી છે. થોડા દિવસ પહેલાં એક ટ્રક આખી ખનકીમાં પલટી મારી ગઈ હતી. આ ગંભીર અકસ્‍માતનિવારવા સેફટી વોલ બનાવવી જરૂરી બની છે. બીજુ રાત્રિના સમયે સામેના વાહનની હેડલાઈટમાં નાના વાહન ચાલક અંજાઈ જતો હોય છે ત્‍યારે ખનકીમાં પટકાઈ શકે છે તેથી જાહેર સલામતિ હેતુ અહીં સેફટી વોલ બનાવવાની માગ ઉઠી છે.

Related posts

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

ચીખલીના જાણીતા તબીબ હોસ્‍પિટલ ગયા બાદ પરત ઘરે નહી ફરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

વલસાડના એમ માર્ટ- મનોજ એન્‍ટરપ્રાઈઝીસમાંથી વસુધારા ડેરીના નકલી ઘી ના પાઉચ મળતા ચકચાર

vartmanpravah

સંઘપ્રદેશની જૂનિયર ગર્લ્‍સ રગ્‍બી ટીમે તેલંગાણાને 10-0થી આપેલી હાર

vartmanpravah

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

Leave a Comment