October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી રાતા ખાડી કિનારે ગણેશ વિસર્જન બાદ ભક્‍તોએ ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ

પ્‍લાસ્‍ટીક થેલી, ફુલો, અગરબત્તીના ખોખા, શ્રીફળ વગેરેનો કચરો ખાડી કિનારે નાંખી પર્યાવરણને મોટું નુકશાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: હાલમાં વાપી સહિત વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્‍સવ ચારેદિશામાં ધામધૂમથી ચાલી રહ્યો છે તે સાથે સાથે ગણેશ વિસર્જન પણ ઠેર ઠેર થઈ રહ્યા છે. દોઢ, ત્રણ, પાંચ અને સાત દિવસીય ગણેશ વિસર્જન પૂર્ણ થયા છે. આ દરમિયાન વાપી નજીક રાતા ખાડીમાં પણ અનેક ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલ છે ત્‍યારે વિસર્જન થયા બાદ ભક્‍તો અને લોકોએ ખાડી કિનારે ગંદકીનું સામ્રાજ્‍ય ખડકી દીધુ છે. જેથી પર્યાવરણને ભારે નુકશાનકર્તા સાબિત થાય તેવી સ્‍થિતિ નિર્માણ પામી છે.
વાપી વિસ્‍તાર અને ગ્રામ્‍યના અમુક ગણેશ મંડળોની મૂર્તિઓ રાતા ખાડીમાં વર્ષોથી વિસર્જન કરવામાં આવે છે તે મુજબ ગણેશ ચતુર્થી બાદ ક્રમશઃ વિસર્જન દરમિયાન રાતા ખાડી કિનારે ભાવિકોએ પ્‍લાસ્‍ટીક થેલી, ફુલો, અગરબત્તિ ખોખાનો વેસ્‍ટ ખડકી દીધો છે. ચોમેર ગંદકી દેખાઈ રહી છે. વિસર્જનની સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ ભાવિકોએ કરવી રહી. ધર્મ કરતા ધર્માન્‍ધતાના વધુ દર્શન રાતા ખાડી કિનારે નિહાળાઈ રહ્યા છે.

Related posts

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

vartmanpravah

વાપી સ્‍ટાર્ટઅપ સમુદાય દ્વારા વુમન એચીવર્સ એવોર્ડ કાર્યક્રમ યોજાયો: જુદા જુદા ક્ષેત્રની સફળ 8 મહિલાઓને સન્‍માનિત કરાઈ

vartmanpravah

કપરાડાના માંડવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં બિમાર કિશોરને એક્‍સપાયરી ડેટની દવા આપી

vartmanpravah

પ્રાકૃતિક ખેતી કરનાર વલસાડ જિલ્લાના 3 ખેડૂતોનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

ચીખલીમાં તાલુકા સેવા સદન બિલ્‍ડિંગ મધમાખી ઉછેર કેન્‍દ્ર બન્‍યું

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કૈલાસ રોડ પર ઔરંગા નદીના રૂ.43.42 કરોડના ખર્ચે બનનારા ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

Leave a Comment