(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસની મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી શ્રી મુબીનભાઈ શેખનું આજરોજ સાંજના ચાર કલાકે આકસ્મિક મોત થતા એમના પરિવાર તેમજ મિત્ર વર્ગમાં દુઃખની લાગણી છવાઈ જવા પામી છે. શ્રી મુબીનભાઈ શેખ નિયમના પરિઘમાં રહી સૈદ્ધાંતિક રીતે કામ કરવાની ત્રેવડ માટે જાણીતા હતા. સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે સંકળાયેલા હતા અને સરીગામ જીઆઈડીસીની કંપનીઓમાં આગલાગવાથી ઘટના સમયે મદદ માટે એમની ટીમ સાથે કાયમ તત્પર રહેતા અને મદદરૂપ થતાં હતા.
આજ રોજ સાંજના ચાર કલાકના અરસામાં ફરજ ઉપર હાજર હતા એ સમય દરમિયાન કંપનીની ઓફિસમાં જ ખુરશી ઉપર બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા. જેને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એમનું દુઃખદ અવસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એમનો જનાજો એમના નિવાસ્થાન વલસાડ અબ્રામા ખાતેથી નીકળશે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/01/Mobin-shaikh.jpeg)