Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ‘‘પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો તથા 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી સાથે જીવંત વાર્તાલાપનો મોકો મળ્‍યો હતો. પ્રધાનમંત્રી દ્વારા હાલ આ તમામને તેમના હસ્‍તાક્ષર સાથે પત્ર પાઠવી આ પ્રસંગને દેશની ઉન્નતી સાથે સાંકડી આભાર વ્‍યક્‍ત કર્યો છે. એક જ શૈક્ષણિક સંસ્‍થાના આટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રધાનમંત્રી પોતે નોંધ લે એ નોંધનીય બાબત બની રહી છે.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા પાઠવાયેલા પત્રમાં શિક્ષકોને પ્રકાશપુંજ સમાન ગણાવી શિક્ષક સકારાત્‍મકતા અને આત્‍મવિશ્વાસનાભાવનું વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિત્‍વમાં નિરૂપણ કરે તે જીવનભર તેને માર્ગદર્શન પૂરું પાડનાર હોવાનું વર્ણવ્‍યું છે.
જ્‍યારે વિદ્યાર્થીઓને પાઠવેલા પત્રમાં આજની યુવા પેઢીમાં ઉર્જા, આત્‍મવિશ્વાસ અને ક્ષમતાઓને જોઈ ખુબ ગર્વ થાય છે તેમ જણાવી ભારતની યુવા શક્‍તિ પોતાના વ્‍યક્‍તિગત સંકલ્‍પો સાથે દેશને પ્રગતિની નવી ઉંચાઈ પર લઈ જવાની મહત્‍વપૂર્ણ ભૂમિકા નિભાવશે એવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો છે.
પ્રધાનમંત્રીશ્રી સાથે ‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર તમામને સંસ્‍થાના મેં. ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

vartmanpravah

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment