સંસ્કાર રેસિડેન્સીના જાગૃત નાગરિકે એ.સી.બી.માં કરેલી ફરીયાદ આધારે કાર્યવાહી થઈ : સભ્ય સુરેશ સોમા પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: વાપી પાસે આવેલ નામધા ગ્રામ પંચાયતનો સભ્ય સોસાયટીમાં કચરો ઉપાડવા પેટે 2500 રૂા.ની લાંચ માંગી હતી. સોસાયટીના જાગૃત સભ્ય લાંચ આપવા માંગતા નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. એ.સી.બી.એ ગોઠવેલ છટકામાં પંચાયતનો સભ્ય સુરેશ સોમા પટેલ 2500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
પંચાયતના સભ્યો અને સરપંચોભ્રષ્ટાચાર આચરી લાંચ લઈ રહેલા બનાવો વલસાડ જિલ્લાની અનેક ગ્રામ પંચાયત બન્યા છે. તેઓ વધુ એક કિસ્સો, વાપી પાસે આવેલ નામધા ગ્રામ પંચાયતમાં બન્યો છે. સોસાયટીમાં કચરો ઉપાડવા પેટે અલગથી પંચાયતના સભ્ય સુરેશ સોમા પટેલએ 2500 રૂપિયાની માંગણી કરી હતી. સંસ્કાર રેસિડેન્સીના જાગૃત નાગરિકે સોસાયટીના સભ્યો સફાઈ વેરો ભરે છે તો અલગથી સફાઈના 2500 રૂપિયા આપવા એક જાગૃત નાગરિક કે જેઓ પૈસા આપવા માંગતા નહોતા તેથી એ.સી.બી.માં સભ્ય સુરેશ સોમા પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ એ.સી.બી.એ નામધા મોટા ઢોડિયાવાડ ખાતે ક્રિષ્ણા રેસિડેન્સી શોપ નં.1ની બહાર ગોઠવેલા છટકામાં પંચાયતના સભ્ય સુરેશ સોમા પટેલ 2500ની લાંચ સ્વિકારતા ઝડપાઈ ગયો હતો. એ.સી.બી. પી.આઈ. બી.ડી. રાઠવા અને ટીમે સફળ કામગીરી બજાવી હતી.