Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

  • હરેશ્વર સ્‍વામીએ દાનહ મહિલા પોલીસ ટીમની ટી-શર્ટનું ઉદ્ધાટન કરેલું ઉદ્‌ઘાટન

  • દાનહમાં 10 મહિલા ક્રિકેટ ટીમ એકસાથે મેદાનમાં ઉતરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
દાનહની ધરતી પર પ્રથમ વખત દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ તરફથી નૈમિષ પટેલ અને રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીના પ્રમુખ શ્રી તોહલ દેસાઈના પ્રયાસોથી 10 મહિલા ક્રિકેટ ટીમ 8 ડિસેમ્‍બરે સવારે 10 કલાકે ટ્રાયલ મેચની શરૂઆત કરશે. આ અવસરે દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ, સંરક્ષક દાનહ ભારત સ્‍કાઉટ્‍સ એન્‍ડ ગાઈડ કે જેમની સાથે દાનહ પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી, ઉપ સરંક્ષક દાનહ ભારત સ્‍કાઉટ્‍સ એન્‍ડ ગાઈડ સિલ્‍વાસા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની સાથે તમામ પ્રશાસનિક અધિકારીનું સમર્થન જોવ મળશે.
જેમાં દાનહમાં પ્રથમવાર 10 મહિલા ક્રિકેટ ટીમમાં મહિલા પોલીસ-11, પેરામેડિકલ-11, ર્નસિંગ કોલેજ, બીએસસી-11, એસએસઆર-11, એપીજે-11, દેવકીબા-11, ક્‍વીન-11, દમણ કેપિટલ-11 , ફાધર એગ્નેલો- 11 મુખ્‍યત્‍વે આસ્‍પર્ધામાં ભાગ લેવા માટે અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે
બીજી તરફ, આયોજકો રોટરી ક્‍લબ દાદરા નગર હવેલી દ્વારા સહયોગી ટીમમાં હેકવા એપ્‍લાયન્‍સીસ દ્વારા વુમન ઓફ ધ સિરીઝને 32 ઇંચનું એલઇડી સ્‍માર્ટ ટીવી આપવામાં આવશે, આ સ્‍પર્ધા 9મી ડિસેમ્‍બર અને 10મી ડિસેમ્‍બરના રોજ બપોરે 2 વાગ્‍યાથી રાત્રે 8 વાગ્‍યા સુધી રમાશે. જેની પ્રથમ ટ્રાયલ મેચ સિલ્‍વાસા મહિલા પોલીસ-11 અને દમણ કેપિટલ-11 વચ્‍ચે 8 ડિસેમ્‍બરના રોજ સવારે 10 વાગ્‍યે સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે દાનહ કલેક્‍ટર ડૉ. રાકેશ મિન્‍હાન્‍સ અને પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીની સમક્ષ રમવામાં આવશે.
આ અવસરે જિલ્લા મીડિયા અધ્‍યક્ષ અંજના દેસાઇ, ઉપપ્રમુખ યાસ્‍મીન બાબુલ, દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ,મદદનીશ સચિવ નૈમીષ પટેલ, સિલ્‍વાસા સાયકલ મેયર સ્‍વરૂપા શાહ, દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ સક્રિય સભ્‍ય, રોવર શ્રી અજય હરિજન, રેન્‍જર અનીતા ગુપ્તા ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજ સાથે આજની મુલાકાતમાં ડો.રાકેશ મિન્‍હાસની આ વિશેષ કાર્યક્રમને સફળ બનાવવા માટે શુભકામનાઓ હતી. ચાર્મી પારેખે આ કાર્યક્રમને બિરદાવતા સૌની પ્રશંસા કરી હતી,
દાનહના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સિદ્ધાર્થ જૈને તમામ શકય મદદની ખાતરી આપી હતી અને શ્રી હરેશ્વર સ્‍વામીએ મહિલાઓને સશક્‍તિકરણનેપ્રોત્‍સાહન આપવા ઉપર ભાર મૂકયો હતો. જેમાં મહિલા ક્રિકેટ સ્‍પર્ધા દરમિયાન ટ્રાફિકના નિયમો અને ઉલ્લંઘનના પરિણામો વિશે પણ પોસ્‍ટર દ્વારા વાકેફ કરવામાં આવશે. ત્‍યારબાદ શ્રી હરેશ્વર સ્‍વામીએ મહિલા પોલીસ-11 ટીમના ઉપસ્‍થિત તમામ સભ્‍યોમાં ટી-શર્ટનું વિતરણ કર્યું હતું. ટીમના તમામ સભ્‍યોને શુભેચ્‍છાઓ સાથે અનાવરણ કરવામાં આવ્‍યું હતું

Related posts

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

vartmanpravah

ગઝવા એ હિન્‍દ આતંકી સંગઠન ગતિવિધિનો રેલો વાપીમાં ?: એન.આઈ.એ.નું ગોદાલનગરમાં એક ફલેટમાં સર્ચ ઓપરેશન

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

ચીખલી માણેકપોર ગામે વિન્ડ્‌સન કેમિકલ કંપનીમાં બોયલર સાફ સફાઈ કરવા આવેલ મજૂરનું દાઝી જતા સારવાર દરમ્યાન નિપજેલું મોત

vartmanpravah

પારડીમાં પતંગ રસિકો તથા વેપારીઓના રંગમાં ભંગ પાડતી પોલીસ

vartmanpravah

Leave a Comment