July 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

  • ગ્રામ પચાયત,ખાણ-ખનીજ અને પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ

  • હીંગરાજ,દાંડીદા,દાતી જેવાં દરિયામાંથી ખારી રેતીને સાફ-સફાઈ કરી મુંબઈનાં માર્કેટમાં પહોંચાડવામાં આવે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ વલસાડનું સરોધી ગામ ગેરકાયદેસર ખારીરેતી ચોરીનું આંતરાજયમાં સપ્‍લાઈ માટે અડ્ડો બન્‍યો છે.
સરોધી ગ્રામ પચાયતનાં તત્‍કાલિન સરપંચ અને 8થી 10ખનીજ માફિયાઓનાં સાંઠગાંઠથી ખેતીની જમીન બિનખેતી કર્યા વિના જ ખનીજ માફિયાઓએ રેતી ધોવાનાં નામે રેતીનો પ્‍લાન્‍ટ કે શેડ બનાવી રેતી ધોવાનું કામ કરતાં હોવાનું પચાયત ચોપડા પર બતાવે છે.
મહારાષ્‍ટ્રનાં મુંબઈ સુધી ગેરકાયદેસર રેતીનો વેપાર કરે છે આ ખનીજમાફિયા વલસાડ દરિયા કિનારે આવેલાં હીંગરાજ, દાંતી, દાંડી અને નવસારીનાં ધોલાઈ બંદર સહિતનાં દરિયા કાંઠે આવેલ ગામોનાં દરિયામાંથી ગેરકાયદેસર ખારીરેતી કાઢવામાં આવે છે અને આ બેનંબરી ખારી રેતીને સરોધી ગામમાં ગેરકાયદેસરચાલતાં રેતી ધોવાનાં પ્‍લાન્‍ટ તથા રેતી શેડોનાં માલિકોને બેનંબરીયામાં વેચી દેવામાં આવે છે આંતરરાજય ખનીજ માફિયાઓ આ રેતી ધોવાનાં પ્‍લાન્‍ટમાં કે રેતીશેડમાં પાણી દ્વારા રેતી ધોવામાં આવે છે અને એ માટી અને રેતીનાં કણવાળું પાણી બાજુમાંથી પસાર થતી ગટરમાં છોડે છે જે માટી અને રેતીવાળું પાણી જાહેર રસ્‍તા પર આવી જાય છે.
જયારે રેતીનાં નાના કણ હવામાં ઊડે છે જેથી આજુબાજુ આવેલ જમીન પણ બંજર બની રહી છે વલસાડ જિલ્લાથી મુંબઈ સુધી ફેલાયેલો આંતરરાજય ખનીજ રેતી માફિયાઓ સામે યોગ્‍ય કાર્યવાહી કરવાં ગ્રામલોકોની માંગ છે.

Related posts

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

vartmanpravah

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

દાનહઃ સામરવરણી નહેરમાંથી તણાયેલી બાળકીની લાશ મળી આવી

vartmanpravah

પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્‍પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં

vartmanpravah

Leave a Comment