Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર જીઆરડી જવાન ફરિસ્‍તો બન્‍યો: ટ્રેક ઉપર પડી ગયેલ વૃધ્‍ધનો જીવ ક્ષણોમાં બચ્‍યો

જવાન વિરાભાઈ મેરૂભાઈની સમયસુચકતાથી બાન્‍દ્રા-સુરત ઈન્‍ટરસીટી ટ્રેન સામે વૃધ્‍ધને ઊંચકી પ્‍લેટફોર્મ સુધી પહોંચાડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી રેલવે સ્‍ટેશન ઉપર દિલધડક ઘટના ઘટી હતી. પ્‍લેટફોર્મ પરથી વૃધ્‍ધ પાટો ક્રોસ કરી રહ્યા હતા ત્‍યાં ટ્રેન આવી ગઈ હતી. દરમિયાન ફરજ ઉપરના જીઆરડી જવાનનું ધ્‍યાન જતા કુદીને ટ્રેન આવે તે પહેલા વૃધ્‍ધને ઊંચકીને પ્‍લેટફોર્મ ઉપર પહોંચાડી દીધા છે. વૃધ્‍ધ માટે જવાન ફરિસ્‍તો બની ગયો હતો.
વાપી રેલવે સ્‍ટેશન ઉપર ટ્રેન નં.12936 બાન્‍દ્રા-સુરત ઈન્‍ટરસીટી સ્‍ટેશનમાં પ્રવેશી ચૂકી હતી તે દરમિયાન પ્‍લેટફોર્મ નં.1 ઉપર ઉભેલા એક વૃધ્‍ધને શું સુઝ્‍યું કે તેઓ પાટો ક્રોસ કરવા નીચે ઉતર્યા ત્‍યાં બીજી તરફ ટ્રેન 100 મીટર જેટલા અંતરે આવી ગઈ હતી. આ દૃશ્‍ય ફરજ ઉપરના જી.આર.ડી. જવાન વિરાભાઈ મેરાભાઈએ જોયુ અને ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય સમય સુચકતા વાપરી પાટા ઉપર કુદી પડયા હતા અને પોતે પણ કુદી પ્‍લેટફોર્મ ઉપર આવી ગયા હતા. પાટા ઉપર ફિલ્‍મી જેવું દૃશ્‍ય નજરે જોનારા મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ ચૂકી છે. વૃધ્‍ધ માટે તોજી.આર.ડી. જવાન ફરિસ્‍તો સાબિત થયો હતો. રેલવે પાટા ક્રોસ કરવા ગુનો છે પરંતુ લોકો આ ભુલ વારંવાર કરતા રહે છે. પરિણામે દુર્ઘટનાઓ સતત બનતી રહે છે.

Related posts

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

vartmanpravah

વાપી નવા ગરનાળા પાસે રૂા.1.11 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતોને ઈલેક્‍ટ્રીક રીક્ષા વિતરણ કરવામાં આવી

vartmanpravah

Leave a Comment