December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

આટિયાવાડ કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તાના સમારકામ માટે પીડબ્‍લ્‍યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલ

આટિયાવાડ પોલીસ સ્‍ટેશનની પાસે ઓલિવ હેલ્‍થ કેરના ગેટ નં.1ના નજીકથી કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તા ઉપર પડેલા મોટા ખાડા-ખાબોચિયાથી અકસ્‍માતને મળી રહેલું આમંત્રણઃ દરરોજ પાંચથી 10 હજાર લોકોની થતી અવર-જવર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 20
દમણના આટિયાવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી તિમિર રામુભાઈ પટેલે આટિયાવાડ પોલીસ સ્‍ટેશનથી કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝ સુધીના રસ્‍તાનું રિપેરિંગ કરવા અને ઠેર ઠેર પડેલા ખાડાઓપુરવા જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આટિયાવાડ મંડળના ભાજપ પ્રમુખ શ્રી તિમિર રામુભાઈ પટેલે આટિયાવાડ પોલીસ સ્‍ટેશનની પાસે ઓલિવ હેલ્‍થ કેરના ગેટ નં.1ના નજીકથી કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તા ઉપર ખુબ મોટા ખાડા પડેલા છે જેના કારણે પ્રાણઘાતક અકસ્‍માત થવાની સંભાવના રહે છે. આ રસ્‍તા ઉપરથી પ્રતિદિન 5000થી 10 હજાર જેટલા લોકોની અવર-જવર રહે છે. આ ખાડાનું સ્‍વરૂપ એટલું મોટું છે કે, નાના અને મોટા બંને વાહનોને ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. તેથી આ રસ્‍તાનું તાત્‍કાલિક સમારકામ કરવા અને પડેલા ખાડાઓ ભરવા વિનંતી કરવામાં આવી છે. તેમણે ભય પણ વ્‍યક્‍ત કર્યો છે કે, આ ખાડાઓ નહીં પુરાયા તો પ્રાણઘાતક અકસ્‍માત થવાની પણ સંભાવના છે.

Related posts

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

vartmanpravah

પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે

vartmanpravah

દાનહના પૂર્વ સાંસદ મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

vartmanpravah

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment