(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: સેલવાસના દમણગંગા નદી કિનારે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દેવઉઠી એકાદશી-પ્રબોધિની એકાદશીના શુભ દિને શ્રી અક્ષર પુરષોતમ મહારાજ, શ્રીહરિકળષ્ણ મહારાજ અને શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ નવા તાજા શાકભાજીની હાટડી દર્શનનું આયોજન કરવામા આવ્યું હતું. જેને સંધ્યા આરતી બાદ હરિભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ હાટડી દર્શનનો લાભ મોટી સંખ્યામા હરિભક્તોએ લીધો હતો.
