September 16, 2026
Vartman Pravah
Breaking Newsખેલદમણદેશ

છત્રપતિ શિવાજી મહારાજના જન્‍મોત્‍સવની ઉજવણીના ભાગરૂપે દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણ ખાતે ‘મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ’ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
છત્રપતિ શિવાજી મહારાજના જન્‍મોત્‍સવ નિમિતે મરાઠા સેવા સંઘ દમણ-દીવ દ્વારા દમણમાં પ્રથમવાર મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર 19 ફેબ્રુઆરીના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મજયંતિની ઉજવણીના ભાગરૂપે મરાઠા સેવા સંઘની દમણ-દીવ ટીમ દ્વારા રવિવાર, તા.13 ફેબ્રુઆરી, 2022ના રોજ મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ-દીવ મરાઠા સેવા સંઘના પ્રદેશ પ્રમુખ શ્રી ગણેશ પાટીલની આગેવાનીમાં મહારાષ્‍ટ્ર પ્રીમિયર લીગ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણનાવિવિધ વિસ્‍તારોમાંથી 12 ટીમોએ ભાગ લીધો હતો. છત્રપતિ શિવાજી મહારાજના જીવનથી પ્રેરિત, સામાજિક એકીકરણ તેમજ એકબીજાના પરિચય, એકબીજાને મદદ કરવા અને સમાજનો સંપૂર્ણ વિકાસ થાય તે હેતુથી તેનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કાશીનાથ કાંડેકર, સંજય રોથે, રાજેન્‍દ્ર પવાર, રાજેન્‍દ્ર કોકાટે, અનિલ ગડબેલે, ક્રિષ્‍ના કરાલે, સંજય પાટીલ, રોહિદાસ વાનખેડે, બાલાસાહેબ પાટીલ, સંજય પાટીલ, સંદીપ સનેર, અમિત પાટીલ, સ્‍વપિ્નલ શિંદે, રવિ પાટીલ, રવિ પાટીલ વગેરેએ સ્‍પર્ધાનું આયોજન કર્યું છે. પ્રશાંત ભીસે, યોગેશ વાલા, સચિન પાટીલ, શ્રી ખિરકર, કિરણ રોડે, તમામ સમુદાયના આગેવાનો અને મરાઠા સેવા સંઘના પદાધિકારીઓની મદદથી ફાઈનલ મેચ જય શિવરાય ક્રિકેટ ટીમ અને શ્રીહરિ ક્રિકેટ વચ્‍ચે રમાઈ હતી. જેમાં શ્રી હરીની ટીમનો વિજય થયો હતો. મરાઠા વોરિયર્સ કાચી ગામને ત્રીજું ઇનામ પ્રાપ્ત થયું હતું. દરેક ટીમ માટે ટ્રોફી, સમૃતિભેટ અને ખેલાડીઓ પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે દમણના નિવૃત્ત ન્‍યાયાધીશ શ્રી સુભાષ રાક્ષે, પતંજલિ યોગ પીઠના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, મરાઠા સેવા સંઘ દાદરા નગર હવેલીના મહામંત્રી શ્રી યોગેશ સોનાવણે અને મરાઠી સમાજના આગેવાનો ઉપસ્‍થિતરહ્યા હતા. પ્રદેશ પ્રમુખ શ્રી ગણેશ પાટીલે ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનો આભાર માન્‍યો હતો અને સામાજિક કાર્યમાં સહકાર આપવા અપીલ કરી હતી.

Related posts

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક પરિતોષ શુક્‍લા અને રમત-ગમત અધિકારી અધિકારી ગૌરાંગ વોરાના હસ્‍તે દાનહઃ ટોકરખાડા શાળામાં હોકીના જાદુગરની જન્‍મ જયંતિ પર મેજર ધ્‍યાનચંદ રમત-ગમત ખંડનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment