Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સેલવાસના ઉલ્‍ટન ફળિયામાં રહેતા યુવાન ઝંડાચોક એટીએમ પરથી પૈસા કાઢવા આવ્‍યા ત્‍યારે મશીનમાં કાર્ડ ફસાઈ જતા કાર્ડ બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કરવા છતાં પણ ના નીકળતા બેંકની બ્રાન્‍ચ પર જાય તે પહેલા જ એના ખાતામાંથી ચાલીસ હજાર રૂપિયા ઉપડી જતા પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે. કમલેશ ચોબે રહેવાસી ઉલ્‍ટન ફળિયા, સેલવાસ જે 20મી માર્ચના રોજ સાંજે ઝંડાચોક એચડીએફસી એટીએમ પરથી પૈસા ઉપાડવા માટે ગયા હતા અને પૈસા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે એટીએમ કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હતું. જેને બહાર કાઢવાનો પ્રયાસ કરેલ પણ નિકળ્‍યું ન હતું,એટીએમ કેબિનની અંદર સિકયુરીટી ગાર્ડનો નંબર લખેલો જોતા તે નંબર પર સંપર્ક કરતા સિકયુરિટી ગાર્ડે ફોન ઉપાડી જણાવ્‍યું કે હુ આજે રજા પર છું તમારો કાર્ડ કાઢવા માટે કાર્ડનો પિન દાખલ કરશો તો તમારો કાર્ડ બહાર આવી જશે. પણ કાર્ડ બહાર આવ્‍યો ના હતો બાદમાં ગાર્ડે મસ્‍જીદ પાસેની બ્રાન્‍ચમાં જવા માટે જણાવ્‍યું હતું. જ્‍યાં બેંકમાં સબંધિત કર્મચારીને મળ્‍યો જેમણે જણાવ્‍યું કે આ એટીએમ પર કોઈ જ સુરક્ષા ગાર્ડ રહેતો નથી. બાદમાં ફરી ઝંડાચોક એટીએમ પર આવી જોતા કમલેશનો એટીએમ જોવા મળ્‍યો ના હતો. તે પછી એમના પેત્રનો ફોન આવ્‍યો કે તમારા ખાતામાંથી દસ હજાર રૂપિયા ઉપડી ગયા છે જે જાણતા ઘરે જતા બીજા પણ ત્રીસ હજાર રૂપિયા ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્‍યો બાદમાં જ્‍યારે ફરી બેંકની મુલાકાત લીધી અને પાસબૂકમાં એન્‍ટ્રી કરાવી તો સાઈ મંદિર આમલી પાસેના એસબીઆઈ એટીએમમાંથી 40 હજાર રૂપિયા ઉપાડ્‍યા હોવાનું જોવા મળ્‍યું હતું. આ ઘટના અંગે કમલેશ ચોબેએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે. અને એમણે સિકયુરિટી ગાર્ડ દ્વારા પૈસા ઉપાડવામાં આવ્‍યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે.

Related posts

દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડના 73 સભ્‍યોને રાજ્‍યના સર્વોચ્‍ચ સન્‍માન રાજ્‍ય એવોર્ડથી સન્‍માનિત કરાયા

vartmanpravah

વાપીમાં પ્રથમવાર વૈદિક હોળી પ્રગાટાવાશે

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણને ટ્રોલર બોટની પ્રતિકૃતિ ભેટ આપતા દમણના માછી નેતા વિશાલભાઈ ટંડેલ

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રીજા રાઉન્‍ડમાં ફરી મેઘરાજા મનમુકીને વરસતા કાવેરી નદી ગાંડીતૂર થતાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment