October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડીના એક નામચીન વ્યક્તિની પત્નીને મેમો આપવાનું ભારે પડ્યુંઃ વહેલી સવારે પારડી ઓવરબ્રિજ નીચે બાઈક મૂકી જતા નોકરિયાતો દંડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: પારડી ઓવરબ્રિજ નીચે ટ્રાફિકને અડચણ ન થાય એવી રીતે વહેલી સવારે પારડી નગરની બહાર કામ કરવા જતાં નોકરીયાતો પોતાની બાઇક પારડી ઓવર બ્રીજ નીચે પાર્ક કરીસાંજે પરત લઈ જતા હોય છે આ બાઈકોનું પાર્કિંગ અન્‍ય કોઈને અડચણ રૂપ ન હોય ટ્રાફિક પોલીસ પણ આ ગરીબ નોકરીયાતો પાસે દંડ વસૂલ કરતી નથી.
પરંતુ થોડા દિવસ અગાઉ પારડી ગામના મોભી પ્રતિષ્ઠિત અને ટોપી ગણાતા રાજકરણ સાથે સંકળાયેલા એક વ્‍યક્‍તિની પત્‍ની ટ્રાફિકને અડચણ રૂપ થાય એવી રીતે પોતાની ફોર વ્‍હિકલ ગાડી ખુલ્લેઆમ રસ્‍તા પર છોડી અન્‍ય કામ અર્થે કે બજારમાં ખરીદી કરવા જતાં આ ગાડીને લઈ ટ્રાફિક સર્જાતા ટ્રાફિક પોલીસ ઓળખતી ન હોય આ વ્‍યક્‍તિની પત્‍નીને મેમો આપવામાં આવ્‍યો હતો.
એમ જોવા જઈએ તો આ એક સામાન્‍ય બાબત કહેવાય કે ગાડી ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલી હતી ને ટ્રાફિક પોલીસે અજાણતા મેમો આપ્‍યો એટલે કામ પત્‍યું… પરંતુ પેલા ટોપી અને મોટા રાજકરણીના ઈગો.. નું શું.. પોતાની પત્‍નીના પ્‍યારનું શું… એમ પણ છેલ્લા ઘણા સમયથી આ મહાશય ફેશબુક પર અલગ અલગ રોમેન્‍ટિક રિલો દ્વારા દર્શન આપી રહ્યા છે.
આજરોજ આજ મહાશય પારડી ઓવર બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા ત્‍યારે તેમણે રોજબરોજની જેમ બ્રિજની નીચે બાઇકો પાર્ક કરેલા જોતા અને પોતાની ગાડી પાર્ક કરવાની જગ્‍યા ન હોય પત્‍નીને આપેલ મેમો યાદ આવી જતા તેમણે બ્રિજ નીચે હાજર ટ્રાફિક પોલીસ પરેશભાઈને આઅંગેની ફરિયાદ કરી કે જો અહી બાઈકો પાર્ક કરેલી હોય તો મારી ફોર વ્‍હીકલ ગાડી કયાં પાર્ક કરું. અત્‍યારે ને અત્‍યારે કોઈ પણ જાતની પરવાનગી વગર પાર્ક કરેલ આ બાઈક અહીથી હટાવી લો નહિ તો હું એસ.પી.ને ફોન કરી ફરિયાદ કરું છું.
પારડી ઓવરબ્રિજ નીચે ટ્રાફિકને અડચણ ન થાય એવી રીતે વહેલી સવારે પારડી નગરની બહાર કામ કરવા જતાં નોકરીયાતો પોતાની બાઇક પારડી ઓવર બ્રીજ નીચે પાર્ક કરી સાંજે પરત લઈ જતા હોય છે તેઓએ આ મહાશયની પત્‍નીને આપવામાં આવેલ મેમાંનો ભોગ બનવા પામ્‍યા હોય આ અંગેની જાણ તો સાંજે નોકરી પરથી આવ્‍યા બાદ પોતાની ગાડી નજરે ન ચઢયા બાદ જ થશે.
હાલમાં તો ટાફિક પોલીસે આ ઓવર બ્રીજ નીચે પાર્ક કરેલ આશરે 30 થી 35 જેટલી બાઈકો ડીટેઇન કરી પારડી પોલીસ સ્‍ટેશને જમા કરવામાં આવી છે જેમને છોડવવા માટે આ ગરીબ નોકરીયાતોએ પોતાનો બે દિવસનો રોજ (પગાર) આ પોલીસનો દંડ ભરવામાં ગુમાવવો પડશે.
ખૂબ જ પીઢ સમાજસેવક અને રાજકરણી વ્‍યક્‍તિ એવા વ્‍યક્‍તિ તરીકેની છાપ ધરાવતા પણ જો ફકત પત્‍નીને આપવામાં આવેલ મેમાં જેવી સામાન્‍ય બાબતે નિર્દોષ લોકોને હેરાન કરે જેને લઈ નગરમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. બાકી ગરીબ નોકરિયાતનો એક દિવસનોપગાર કેટલો હોય એઓ સારી રીતે જાણે છે.
અહી એક વાત ખાસ ઉલ્લેખનીય છે કે, આ મહાશય પાલિકામાં એટલી પકળ તો ધરાવે છે કે પાલિકા દ્વારા પે એન્‍ડ યુઝની પાર્કિંગની સગવડ ફાળવે. જેથી પાલિકાને તો આવક થાય સાથે સાથે આવા નિર્દોષ લોકો પણ અહી પાર્કિંગ ન કરી ખોટા પોલીસના દંડથી તો બચી શકે સાથે સાથે તમારા જેવા મોભીઓને પણ પોતાની ગાડી પાર્કિંગ કરવામાં સવલતતા રહે..

Related posts

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

ધોધમાર વરસાદથી નવસારી જિલ્લા પંચાયત વિભાગના 64 રસ્‍તાઓ બંધ

vartmanpravah

દમણમાં દરિયા કિનારે વિસર્જીત કરાયેલ ગણેશ મૂર્તિઓ ક્ષત-વિક્ષત હાલતમાં જોવા મળતા ભાવિકોની લાગણી દુભાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકાના એકલારાના આંતરિક માર્ગ પર ઠલવાયેલો પ્રદૂષિત ઘન કચરો

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment