Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.31: જૈન ઈન્‍ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીટો) દ્વારા સમગ્ર ભારતમાં એકસાથે ‘અહિંસા રન(મેરેથોન દોડ)’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત 31મી માર્ચ રવિવારે સવારે 6 કલાકે નવસારીના લુન્‍સીકુઈથી તિઘરા જકાતનાકા, પેન્‍ટાલૂમ શૉ રૂમ સુધી 3 કિલોમીટરની મેરોથોન યોજવામાં આવી હતી. ‘અહિંસા રન’નો મુખ્‍ય ઉદ્દેશ્‍ય દેશના અનેક શહેરોમાં તેમજ 20 આંતરરાષ્‍ટ્રીય દેશોમાંઅહિંસાના સિદ્ધાંતની જાગૃતિ લાવવાનો રહ્યો હતો. શાંતિ તેમજ અહિંસાને મહત્‍વ આપવાનો હેતુ મુખ્‍યરૂપે રહ્યો હતો. મેરેથોનમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો. મહેમાનશ્રીઓ ધારાસભ્‍ય રાકેશભાઈ, ભાજપ પ્રદેશ મહિલા પ્રમુખ શીતલ સોની, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ મીનળ દેસાઈ દ્વારા લીલીઝંડી દેખાડી મેરેથોનનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. મેરેથોનમાં વિવિધ સંસ્‍થાઓ પણ જોડાઈ હતી જેમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડનો પણ ફાળો રહ્યો હતો. યોગ સાધકોના સાથ સહકાર માટે નવસારી જિલ્લા કો-ઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટીએ સૌનો આભાર માન્‍યો હતો. આ કાર્યકમ માટે પોલીસ બંદોબસ્‍ત પણ ફાળવવામાં આવ્‍યો હતો. કોઈ અઘટિત ઘટના ન બને એ હેતૂસર એમ્‍બ્‍યુલન્‍સની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી. સ્‍પર્ધકો માટે પાણીની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. મેરેથોનમાં ભાગ લેનારને મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. દોડને અંતે રિફ્રેસમેન્‍ટ તેમજ નાસ્‍તાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી. ઈવેન્‍ટના સ્‍પોન્‍સર એ.બી. જવેલર્સના અંકુર ભીખુભાઈ શાહ રહ્યાં હતાં. જીટોની નવસારીની લેડીઝ વીંગ એકજૂટ થઈ નવસારી ખાતે ખૂબ સરસ કાર્યો કરી રહી છે.
મેરેથોનના કાર્યક્રમનું સંચાલન જીટોનીનવસારી લેડીઝ વિંગના ચેરપર્સન રીંકલ અંકુર શાહે કર્યું હતું. વાઈસ ચેરપર્સન રીના શાહ, અનુપમા શાહ તેમજ સેક્રેટરી નમિતા સાવલા, ટ્રેઝર દ્રષ્ટિ શાહ અને જોઈન્‍ટ સેક્રેટરી પંકજબેન છાજેડ, શિલ્‍પાબેન બોહરાએ અહિંસા રનની સફળતા માટે સૌનો આભાર માન્‍યો હતો.

Related posts

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

vartmanpravah

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

vartmanpravah

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

માંડવાથી કપરાડા સુધીના કુંભઘાટ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રૂપિયા બે કરોડના ખર્ચે નિર્માણ થનારી અધતન સુવિધા યુક્‍ત લાઈબ્રેરીથી પાલિકા વાલીઓમાં આનંદની લહેર

vartmanpravah

વલસાડના તિઘરા ગામમાં ખુંખાર દિપડો બકરાના શિકાર કરી રહ્યો છે છતાં વન વિભાગને પાંજરુ મુકવાની ફુરસદ નથી

vartmanpravah

Leave a Comment