Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માંડવાથી કપરાડા સુધીના કુંભઘાટ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન

વલસાડ-નાશિક ને.હા.નં.848 માંડવાથી લઈને કપરાડા સુધીના કુંભઘાટ ઉપરના રસ્‍તાની દર વર્ષે બની રહેલી અત્‍યંત જર્જરિત અને દયનીય હાલતઃ રોજીંદા વાહનોના થઈ રહેલા અસંખ્‍ય અકસ્‍માતઃ તંત્ર મૌન

દર વર્ષે ખખડધજ અને બિસ્‍માર બનતા રસ્‍તાની સમસ્‍યાના ઉકેલ માટે અન્‍ય વિકલ્‍પ શોધવો જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કપરાડા, તા.16: માંડવા ગામથી શરૂ થઈને કપરાડા સુધીના નેશનલ હાઈવે નંબર 848ના કુંભઘાટ ઉપર ભારે વરસાદના કારણે મોટા મોટા ખાડાઓ પડી જતાં હાઈવે અત્‍યંત બિસ્‍માર અને ખખડધ બની જતાં રોજીંદા અવર-જવર કરતા અસંખ્‍ય વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વલસાડ-નાશિક નેશનલ હાઈવે નંબર 848 ઉપર માંડવા ગામથી શરૂ થઈને કપરાડા સુધીના રસ્‍તા ઉપર ભારે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. કેટલીક જગ્‍યાએ આખો રસ્‍તો પણ ખોદાઈ ગયો છે. પરંતુ તંત્રને ધ્‍યાનમાં નહીં આવતું હોય એવું પ્રતિત થાય છે.
વલસાડ-નાશિક નેશનલ હાઈવે નંબર 848 ઉપર રોજીંદા હજારોની સંખ્‍યામાં ટ્રક, કન્‍ટેઈનર, ટ્રેઈલર, બસ, જીપ, છકડા રીક્ષા, બાઈકો વગેરે અવર-જવર કરે છે. નાશિક, સંભાજીનગર, પૂણે તથર જવા માટે વલસાડ, પારડી,ધરમપુર તથા વાપી, સેલવાસ તરફના તમામ વાહનો આ રસ્‍તાનો ઉપયોગ કરે છે. પરંતુ હાઈવે અતિ બિસ્‍માર અને અસંખ્‍ય ખાડાઓના કારણે જર્જરિત બની જતાં તમામ વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, આ જ રસ્‍તા ઉપરથી કપરાડા મામલતદાર, ટી.ડી.ઓ. સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ રોજીંદા આવતા-જતા હોય છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે, શું મામલતદાર તથા ટી.ટી.ઓ. તેમજ લોકો માટે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાંસદ, ધારાસભ્‍ય તથા જિલ્લા/તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખની નજરમાં નહીં આવતું હોય? લોકો દ્વારા અન્‍ય વિકલ્‍પ માટે માંગો પણ ઉઠી છે પરંતુ સાંસદ-ધારાસભ્‍ય શા માટે દર વર્ષે ખખડધજ બની રહેલા રસ્‍તાની સમસ્‍યાનું નિરાકરણ લાવતા નથી? અહીં સાંસદ અને ધારાસભ્‍ય જનતાના પ્રશ્નો ઉકેલવા માટે વામણા પુરવાર સાબિત થઈ રહ્યા હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.
અત્રે યાદ રહે કે, દર વર્ષે ચોમાસા દરમિયાન આ કુંભઘાટ ઉપર ભારે વરસાદના કારણે ધોવાણ થાય છે અને મોટા મોટા ખાડાઓ પડી જતા હોય છે જેના કારણે રસ્‍તાની હાલત અત્‍યંત દયનીય બની જતી હોય છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ રસ્‍તાનું ટકાઉ અને મજબૂત નવીનકરણ કરવું જોઈએ. પરંતુ આખા શિયાળા-ઉનાળાનો સમયપૂર્ણ થયા બાદ ચોમાસાના ગણતરીના દિવસો પહેલાં ખખડધજ બનેલા કુંભઘાટ ઉપરના રસ્‍તાનું તંત્ર દ્વારા ફક્‍ત ઉબડખાબડ પેચવર્ક કરવામાં આવે છે. આ કરવામાં આવેલા ઉબડખાબડ પેચવર્કના કારણે ચોમાસાની શરૂઆતમાં જ ડામર-માલનું ધોવાણ થાય છે અને ફરી પાછા મોટામોટા ખાડાઓ પડી જતા હોય છે અને ફરી વાહનચાલકોની સમસ્‍યા ઠેરની ઠેર રહી જાય છે. વધુમાં કપરાડાથી લઈને માંડવા જોગવેલ સુધી રોજીંદા વાહનો પલ્‍ટી જવાના કે અન્‍ય અકસ્‍માત થવાના અસંખ્‍ય બનાવો પણ બની રહ્યા છે, તેથી તમામ વાહનચાલકો અને જનતાની ભલાઈ માટે એ જરૂરી છે કે, ભારે વરસાદના કારણે કુંભઘાટ ઉપર દર વર્ષે થતાં ધોવાણથી ખખડધજ અને બિસ્‍માર બનતા રસ્‍તાનું તથા રોજીંદા થતા વાહનોના અકસ્‍માતની સમસ્‍યાનું નિરાકરણ લાવવા માટે કોઈ અન્‍ય વિકલ્‍પ શોધવો જોઈએ એ સમયની માંગ છે.

Related posts

ચીખલીના કુકેરી અને સુરખાઈમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરોના જર્જરિત મકાનથી ખુદ તાલુકા આરોગ્‍ય અધિકારી જ અજાણ!

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

કપરાડાના કાકડકોપરમાં કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણ કરાઈ

vartmanpravah

દાનહમાં કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

vartmanpravah

Leave a Comment