પાલિકાના ચીફ ઓફિસર જીગ્નેશ બારોટની દુરંદેશી વિચારધારા અને મરાઠી સમાજના આગેવાનોની હકારાત્મક અને સેવાભાવી વલણના પરિણામે પાલિકા વાસીઓને આશીર્વાદરૂપી મળનારું લોકમાન્ય તિલક વાંચનાલય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.20: ઉમરગામ પાલિકામાં વિઘ્ન સંતોષીઓએ ઉભા કરેલા ડખાની પરવા કર્યા વગર ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટ અને એમની ટીમ આગેવાનોના સહયોગથી પ્રજાના હિતના કાર્યો કરવામાં સફળતા હાંસલ કરી રહી છે જેના પરિણામે પાલિકાવાસીઓમાં આનંદની લાગણી જોવામળી રહી છે. ઉમરગામ ટાઉન મુખ્ય બસ સ્ટેન્ડ નજીક અંદાજિત સો વર્ષ જૂનું જર્જરિત પડેલું લોકમાન્ય તિલક લાઈબ્રેરીનું મકાન ને રૂા.2 કરોડના ખર્ચે અધતન સુવિધા યુક્ત બનાવી પાલિકા વાસીઓની સગવડતામાં વધારો કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. વિદ્યાર્થી તેમજ પ્રભુધ નાગરિકોને અભ્યાસ તેમજ નોલેજ મેળવવામાં આશીર્વાદરૂપ સાબિત થનારૂ એરકન્ડિશન મકાનના નિર્માણનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ મકાનમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર સિનિયર સિટિઝન માટે રીડિંગ રૂમ, પ્રથમ ફલોર ઉપર વિદ્યાર્થીઓ માટે વિશાળ રીડિંગ રૂમ અને બીજા ફલોર ઉપર સેમિનાર હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત શૌચાલયની સુવિધા અને પાર્કિંગ શેડ તદુપરાંત કમ્પાઉન્ડની અંદર લોકમાન્ય તિલકનું સ્ટેચ્યુ મૂકવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટે આ પહેલા પાલિકા હદ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં સફળ થયા છે અને હવે રૂપિયા બે કરોડના ખર્ચે લાઈબ્રેરીનું મકાન નિર્માણ થવાનું છે. જેની નોંધ પાલિકા વાસીઓમાં હકારાત્મક તરીકે લેવામાં આવી રહી છે.