June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની મળેલી સામાજીક સદ્‌ભાવના બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા વિવિધ સમાજના અગ્રણીઓ સાથે સેલવાસ ખાતે સામાજીક સદ્‌ભાવના બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં વિવિધ પ્રાંતોના અને વિવિધ સમાજના લોકોએ ભાગ લીધો હતો. બેઠકમાં મુખ્‍ય અતિથિ બ્રહ્માકુમારી સુરેખાબેન અને મુખ્‍ય વક્‍તા તરીકે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના શિક્ષણ ગતિવિધિના પ્રાંતના સદસ્‍ય શ્રી રમાકાંત યાદવ ઉપસ્‍થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્‍ય વક્‍તાશ્રીએ સમાજની વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સમાજની ત્રુટિઓને સુધારી સમાજને સંગઠીત થવા માટે આહ્‌વાન કર્યું હતું અને દરેકને આગ્રહ કરવામાં આવ્‍યો હતો કે પરિવારો ખતમ થઈ રહ્યા છે જેને સુચારુ રૂપે એકત્રિત કરવા માટે એક દિવસ વગર મોબાઈલ પરિવાર સાથે બેસી વર્તમાન વિષયો ઉપર ચર્ચા કરવાનો આગ્રહ પણ કર્યો હતો. આ અવસરે સમાજના અગ્રણીઓ સાથે સંઘના કાર્યકર્તાઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આંટિયાવાડ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં રાત્રિ ચોપાલનું આયોજન

vartmanpravah

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

vartmanpravah

દાનહમાં ઐતિહાસિક ક્રિકેટ મેચનું સફળતાપૂર્વક સમાપન: મહિલા ક્રિકેટ ડે-નાઇટ સ્‍પર્ધામાં દમણ કેપિટલ ચેમ્‍પિયન

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

Leave a Comment