January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો રાખેલો મક્કમ નિર્ધાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ક્‍વોરી ઉદ્યોગ સંબંધિત કામદારોની રોજગારી, ટ્રાન્‍સપોર્ટ સહિતના નાના-મોટા ઉદ્યોગને આર્થિક નુકશાન અંગેની જવાબદારી પણ સરકારની રહેશે તેમ જણાવાયુંછે.
નવસારી જિલ્લા ક્‍વોરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સલીમભાઈ પટેલ, ઉપપ્રમુખ શૈલેન્‍દ્રસિંહ રાજપૂત સહિતના હોદ્દેદારો સભ્‍યો દ્વારા જિલ્લા કલકેટર ક્ષિપ્રા આગ્રેને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ક્‍વોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવેલ નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર રાજ્‍યની અંદાજીત 60-ટકા થી વધુ ખાણોના રોયલ્‍ટી એકાઉન્‍ટ બંધ કરી દેવામાં આવેલ છે. જિલ્લા સ્‍તરની પર્યાવરણીય કમિટી દ્વારા ઇસ્‍યુ કરવામાં આવેલ તમામ ઇસી રાજ્‍ય સ્‍તરની પર્યાવરણ કમિટી દ્વારા રીએપ્રિસલની કાર્યવાહી 26/10/24 સુધીમાં પૂર્ણ નહિ થાય તો રાજ્‍યભરની બાકી રહેલ ખાણોના પણ એટીઆર બંધ થનાર છે.
ક્‍વોરી ઉદ્યોગને સ્‍પર્શતા પાયારૂપ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્‍લેક ટ્રેપ ક્‍વોરી ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરાતા જાન્‍યુઆરી-11, ડિસેમ્‍બર-16, 18અને મે-22 માં સરકાર દ્વારા કમિશનરની સહી થી લેખિત બાહેંધરી આપવામાં આવેલ હતી જેના બે વર્ષથી વધુનોસમય વીતવા છતાં નિરાકરણ આવ્‍યું નથી.
ગુજરાતનો ક્‍વોરી ઉદ્યોગ રોયલ્‍ટી ઉપરાંત જીએસટી, ઇન્‍કમટેક્‍સની સ્‍થાઇ આવક સરકારને આપે છે. રોજગારીની મહત્તમ તકો ઊભી કરવા ઉપરાંત પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્રે કલ્‍યાણયોજનામાં નિયમિત યોગદાન છે. આગામી સમયમાં ક્‍વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોની રોજગારીની જવાબદારી, સંકળાયેલ ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગ તથા અન્‍ય નાના મોટા ઉદ્યોગોની આર્થિક નુકસાન અંગે સરકારશ્રીની જવાબદારી રહેશે.

Related posts

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

પ્રદેશ લઘુમતી મોરચાની દમણ ખાતે યોજાયેલી બેઠક : લઘુમતી મોરચાના પ્રદેશ પ્રભારી યુનુસ તલતે આપેલું સંગઠનાત્‍મક માર્ગદર્શન

vartmanpravah

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

vartmanpravah

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

vartmanpravah

Leave a Comment