December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંતલીયા સ્‍થિત કાવેરી નદી કિનારેના બોરવેલમાંથી ખારું પાણી આવતાં છેલ્લા બે માસથી ઘેકટી ગામના લોકોએ ખારા પાણી પીવા મજબૂર

પાણી પુરવઠા વિભાગ દ્વારા સત્‍વરે કોઈ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.31: વાઘરેચ-ટાઈટલ ડેમનું કામ ચાલતું હોવાથી કાવેરી નદીમાં ચાલુ વર્ષે કાચો આડબંધ ન બનાવાતા દરિયાની ભરતીના પાણી આંતલિયા સુધી આવી ચઢતા ખારા પાણીની મોકાણ સર્જાઈ છે.
ઘેકટી ગામની 1691 ની આસપાસની વસ્‍તી છે. અને ગામના નિશાળ ફળીયામાં એક અને પહાડ ફળીયામાં બે મળી કુલ ત્રણ જેટલી પાણી પુરવઠાની ટાંકીઓ વાળી યોજના મારફત પાણી સમિતિ દ્વારા 360-જેટલાપરિવારોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જોકે ગામમાં પૂરતો પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ ન હોય લગભગ છેલ્લા 17 વર્ષથી એકાદ કિમિ દૂર આંતલીયામાં કાવેરી નદીના કિનારેના બોરવેલમાંથી પાણી લાવવામાં આવે છે.
હાલે આંતલિયાના આ બોરવેલમાં ખારું પાણી નીકળતા છેલ્લા બે માસથી ઘેકટીમાં ખારું પાણી આવતા લોકોની મુશ્‍કેલીનો પાર રહ્યો નથી. ચાલુ સિઝને વાઘરેચ ટાઈટલ ડેમનું બાંધકામ ચાલુ હોય કાવેરી નદીમાં આંતલિયાથી આગળ બીલીમોરા નગરપાલિકા દ્વારા બનાવાતો કાચો આડબંધ બનાવાયો નથી એ કાચા આડબંધથી દરિયાની ભરતીના પાણી આંતલિયા સુધી ન આવી મીઠા પાણીમાં ભેળાતું ન હતું. પરંતુ કાચા આડબંધ ના અભાવે ચાલુ વર્ષ દરિયાની ભરતીના પાણી કાવેરી નદીમાં આંતલિયા-ઘેકટીની હદમાં આવી ચઢતા ઘેકટી ગામમાં પાણી પહોંચાડતી યોજનાના આંતલીયા કાવેરી નદી કિનારેના બોરવેલમાં પણ ખારું પાણી નીકળતા ઘેકટીના લોકો ખારા પાણીનો ઉપયોગ કરવા લાચાર બન્‍યા છે.
ઘેકટી ગામમાં પાણીનો મુખ્‍ય મદાર પાણી પુરવઠાની યોજના જ છે. ત્‍યારે ગામના લોકોને, પશુધનને પીવાનું શુધ્‍ધ પાણી ઉપલબ્‍ધ કરાવવા માટે પાણી પુરવઠા દ્વારા સત્‍વરે કોઈ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી પ્રભળ માંગઉઠવા પામી છે.
ઘેકટીના સરપંચ સુનિલભાઈના જણાવ્‍યાનુસાર
ઘેકટી ગામમાં 17-વર્ષથી આંતલિયાથી પાણી આવે છે. પરંતુ કાવેરી નદીમાં ખારા પાણી આવી જવાથી છેલ્લા બે અઢી મહિનાથી લોકોના ઘરે ખારા પાણી જતા લોકો મુશ્‍કેલી વેઠી રહ્યાં છે. ત્‍યારે ગામમાં સરકારશ્રીની દમણગંગા યોજના મંજુર છે. જે ઝડપથી પૂર્ણ થાય તો સમસ્‍યાનો કાયમી ઉકેલ આવે તેમ છે.
પાણી પુરવઠા વિભાગના ડેપ્‍યુટી ઈજનેર જગદીશભાઈ દોડીયાના જણાવ્‍યાનુસાર
બીલીમોરા સબ ડિવિઝનમાં હાજર થયાને મારા બે જ દિવસ થયા છે. એટલે ઘેકટીની સમસ્‍યાનો ખ્‍યાલ નથી. પરંતુ ખારા પાણીની સમસ્‍યાની તપાસ કરાવી લઉં છું.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

vartmanpravah

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

પારડીના રોહિત ખાડીના પુલ પર કન્‍ટેનરે મારી પલટી

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment