(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.15: ચીખલી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્થિત મલવાડા ફાટક પાસે હાઇવે ઓથોરિટી દ્વારા આરસીસી ગટરનું નિર્માણ કરાયા બાદ માટી પુરાણ ન કરાતાવાહન ચાલકોના માથે અકસ્માતનું જોખમ ટોળાઈ રહ્યું છે. આરસીસી ગટરની દીવાલ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યા માટી પુરાણ ના કારણે ખુલ્લી છે. હાઇવે ઓથોરિટીની એજન્સી દ્વારા બેરીકેટ કે ચેતવણીદર્શક બોર્ડ મૂકવાની પણ તસ્દી લેવાતી નથી ત્યારે મલવાડા ફાટક આગળની આવી બેદરકારી કોઈ નિર્દોષ માટે જીવલેણ પુરવાર થઈ શકે છે.

Previous post