(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ જતા હોન્ડ પાટીયા પાસે વોચ ગોઠવી હતી. જ્યારે બાતમી મુજબનો કથ્થઈ કલરનો આઈસર ટેમ્પો નં-એનએચ-04-જીસી-5902 આવતા જેને સરકારી લાકડી વડે ઉભી રાખવાનો ઈસરો કરતા ટેમ્પો ચાલકે પોતાના કબ્જાનો આઇસર હંકારી લઇ હોન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મૂકી ઝાડી ઝાંખરામાંથી ફરાર થઈ ગયો હતો. બાદ પોલીસે ટેમ્પાની તલાસી લેતા અંદરથી 168-પુઠાના બોક્ષમાં વિદેશી દારૂ તથા ટીન-બિયરની નાની-મોટી બોટલ નંગ-4992 કિ.રૂ.12,48,576/- તથા આઇસર ટેમ્પાની કિ.રૂ.8 લાખ મળી કુલ્લે રૂ.20,48,576/- નો મુદ્દામાલ કબ્જે કરી આઇસર ટેમ્પો ચાલક, આઇસર ટેમ્પોમાં દારૂ ભરી આપી જનાર તેમજદારૂનો જથ્થો મંગાવનાર તથા આઇસર ટેમ્પાનો માલિક મનોજ મદનભાઈ ચૌહાણ સહિતનાઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી ગુનાની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
