અંગઝડતી, મોબાઈલ અને રોકડ મળી કુલ્લે રૂા.25670નો મુદ્દામાલ કબજે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી પોલીસ લાઈન પાછળ રહેતા બાબુભાઈ હળપતિના ખેતરમાં આમલીના ઝાડ નીચે કેટલાક ઈસમો એકત્ર થઈ ગંજી પત્તા વડે પૈસાનો જુગાર રમતા હોવાની બાતમી પારડી પોલીસને મળતા પારડી પોલીસની ટીમે રવિવારના સાંજે છાપો માર્યો હતો અને ત્યાં ગોળ કૂંડાળામાં બેસી પૈસાનો હાર-જીતનો જુગાર રમતા 10 જેટલા જુગારીયાઓ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેમાં (1) ઉમેશભાઈ કાંતિલાલભાઈ ધો. પટેલ ઉ.વ.52 રહે.પારડી, વલસાડી ઝાંપા, કુંભારવાડ, (2) અમૃતલાલ ગંગારામભાઈ ધો.પટેલ ઉ.વ. 7ર રહે.પારડી પોલીસ લાઈનની પાછળ (3) કેતનભાઈ બાબુભાઈ ધો. પટેલ ઉવ 45 રહે.પારડી પોલીસ લાઈનની પાછળ, (4) રામગોપાલ ભગવાનદીન શંખવાર ઉ.વ.25 રહે.પારડી પોલીસ લાઈનની પાછળ, (5) હીરૂભાઈ બાબુભાઈ હળપતિ ઉં.વ. 54 રહે. પારડી પોલીસ લાઈનની પાછળ, (6) રાજેષભાઈ ભીખુભાઈ પટેલ ઉ.વ. 54 રહે.પારડી ડી.સી.ઓ. સ્કૂલની પાછળ, (7) કમલેષભાઈ રમેશભાઈ કો. પટેલ ઉ.વ.30 રહે.પારડી ડી.સી.ઓ સ્કૂલની પાછળ, (8) રાજકુમાર ઓમકારસીંગ ગેહલોત ઉ.વ.54 રહે.અતુલપાર્ક જી.3 એ. બાલાખાડી, (9) સમ્મતભાઈ ગજુભાઈ કો. પટેલ ઉ.વ 32 રહે.પારડી ડી.સી.ઓ સ્કૂલની પાછળ તા.પારડી અને (10) અરવિંદભાઈ ચમારભાઈ કો. પટેલ ઉ.વ.45 રહે.બાલાખાડી મંદિર ફળીયા રંગે હાથ ઝડપાયા હતા. તમામની પારડી પોલીસે વિવિધ જુગાર ધારાની કલમ હેઠળ ધરપકડ કરી હતી અને તેઓની અંગઝડતી કરી રોકડા રૂપિયા 5400, ચાર મોબાઈલ ફોન કિંમત રૂા.20,000 અને દાવ પર મૂકેલા રોકડ રૂા.270 મળી પારડી પોલીસે કુલ્લે રૂા.25,670નો મુદ્દામાલ કબજે લીધો છે.