January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલીના ખુડવેલ ખાતે યોજાનારા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમ માટે તૈયારીઓનો જારશોરથી ધમધમાટ શરૂ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.૦૭
આગામી તા.૧૦મી જૂનના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે યોજાનારા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખાસ ઉપસ્થિત રહેવાના છે જેને લઈને તૈયારીઓનો ધમધામાટ શરૂ થઈ ગયો છે. રાષ્ટ્રીય સ્તરના આ કાર્યક્રમની આયોજન વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તે માટે રાજ્ય કક્ષાઍથી ખાસ અધિકારીઓને ફરજ ઉપર તૈનાત કરીને વિશેષ જવાબદારી નક્કી કરી દેવામાં આવી છે. કાર્યક્રમ મુજબ જે મુજબ શ્રેણીબધ્ધ બેઠકોના દૌર વચ્ચે સરકારી ગાડીઓનો કાફલો નવસારીથી ખુડવેલની વચ્ચે દોડી રહ્ના છે. સભાસ્થળ, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, ટ્રાન્સ્પોર્ટ મેનેજમેન્ટ જેવા અનેક મુદ્દે સ્ટેટ લેવલના નોડલ અધિકારીશ્રીઓઍ બેઠકોનો દૌર શરૂ કર્યો છે.
આજે બપોરે રાજ્યના મહિલા અને બાળ વિકાસ કમિશ્નર ઍવા કાર્યક્રમના સહ નોડલ ઓફિસર શ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓઍ સભા સ્થળે સૂક્ષ્મ ચર્ચા, સમીક્ષા હાથ ધરી હતી. આ વેળા સંબંધિત અધિકારીઓ પાસેથી ઉપયોગી સૂચનો અને માર્ગદર્શન મેળવવા સાથે ઉચ્ચ અધિકારીઓઍ સૌને પરસ્પર સહયોગ અને સંકલન સાથે કાર્યક્રમ પાર પાડવાની હિમાયત કરી છે.

Related posts

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah

વડોદરા-મુંબઈએક્‍સપે્રસ-વેમાં સંપાદિત જમીનના વળતરની રકમ ઓહિયા કરી જવાના ત્રણ જેટલા છેતરપીંડીના ગુના નોંધાયા

vartmanpravah

પારડીમાં સાળંગપુરના હનુમાન દાદાના રથની પધરામણી

vartmanpravah

Leave a Comment