Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 01
દર વર્ષે 01 ડિસેમ્‍બર ના દિનને વિશ્વભરમાં વિશ્વ એઈડ્‍સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ એઈડ્‍સ દિવસ 2021ની થીમ ‘અસમાનતાનો અંત, એઈડ્‍સનો અંત, મહામારીનો અંત’ સાથે વિશ્વ એઈડ્‍સ દિવસ’ ઉજવણી કરવામાં આવી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમન-દીવમાં પણ રાજ્‍ય એઈડ્‍સ નિયંત્રણ સોસાયટી, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ દીવ દ્વારા વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આરોગ્‍ય નિદેશક ડો.વીકે.દાસના નેતળત્‍વમાં એચ.આઈ.વી. એઈડ્‍સ પ્રત્‍યે લોકોમાં જાગળતિ ફેલાવવા માટે સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમન અને દીવના બસ સ્‍ટેન્‍ડ અને બધી સાર્વજનિક જગ્‍યાઓ પર આઈસીસી સ્‍ટૉલ લગાવવામાં આવ્‍યા અને સાથે-સાથે કમ્‍યુનિટી સ્‍ક્રીનીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઉદ્યોગોમાં કાર્યરત યુવાઓમાં એચ.આઈ.વી. એઈડ્‍સ પ્રત્‍યે જાગળતિ લાવવા પોસ્‍ટર પ્રતિસ્‍પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશ દાદરા અનેનગર હવેલી તથા દમણ અને દીવની બધી હોસ્‍પિટલો, ઉપ-જિલ્લા હોસ્‍પિટલ, સામુદાયિક આરોગ્‍ય કેન્‍દ્રો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, હેલ્‍થ એન્‍ડ વેલનેસ કેન્‍દ્રો તથા સબ સેન્‍ટરો પર એચઆઇવી એઈડ્‍સ અંગે લોકોને જાગળત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
એચ.આઈ.વી. એઈડ્‍સ પ્રતિ જાગળતિ ફેલાવવા આરોગ્‍કર્મીઓ માટે પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. રેડ રિબન ક્‍લબ (આરઆરસી) સાથે સંકળાયેલ તમામ શાળાઓ/કોલેજોમાં કવીઝ પ્રતિસ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રક્‍તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

દમણ-દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સાંસદ લાલુભાઈ પટેલનું ગૌરાંગ પટેલ ક્રિકેટ ગ્રુપ દ્વારા કરાયેલું શાહી સન્‍માન

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

વાંસદા માર્ગ ઉપર હ્યુન્‍ડાઈ કાર અને મારુતિ કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment