ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનમાંથી જુગારીયાઓને નીચે ઉતારાયા : 48650 નો મુદ્દામાલ જપ્ત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: સ્ટેટ મોનિટરિંગ સેલ (એસ.એમ.સી.) એ શનિવારે ચેન્નઈએક્સપ્રેસ ટ્રેનના સ્પેશિયલ એબલ્ડ પીપલ કોચમાં દરોડો પાડી ચાલતી ટ્રેનમાં જુગાર રમતા સુરત-વાપીના 7 જુગારીયાઓને ઝડપી પાડયા હતા. તમામ જુગારીયાઓએ વાપી સ્ટેશને ઉતારીને ગેમ્બલીંગ એક્ટ-12ના આધારે ગુનો નોંધી 27650 રૂા. રોકડા અને રૂા.20,500 ના મોબાઈલ મળી કુલ 48650 નો મુદ્દોમાલ જપ્ત કર્યો હતો.
રેલવેમાં કોઈ ગેરરિતી નથી ચાલતી તેનું ચેકિંગ કરતી (એસ.એમ.સી.)ના પી.આઈ. સી.એચ. પનારા અને ટીમને મળેલી બાતમી આધારે ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનમાં એબલ્ડ પીપલ કોચમાં દરોડો પાડયો હતો. તેમાં ચાલુ ટ્રેનમાં જુગાર રમતા અજય રોહીદાસ પાટીલ, સુનિલ મંગુભાઈ રાઠોડ રહે.ભાગળ સુરત, ઓમપુરી મગનપુરી ગોસ્વામી, રહે.શ્યામસુંદર એપાર્ટમેન્ટ સમરોહી સુરત, કિરણ ઈશ્વરભાઈ વ્યાસ રહે.ઉત્તરાણ સુરત, રાજ રામચંદ પટેલ રહે.સૂર્માજલી રેસીડેન્સી સમરોલી સુરત, ધવલ કનૈયાલાલ રાણા, રૂસ્તમપુરા સુરત, કિશોરભાઈ શંકરભાઈ ભદ્ર રહે.ધનસુખભાઈની ચાલ મહાદેવ મંદિર પાસે વાપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.