October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ શબ્‍દ મા આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે : પ્રફુલભાઈ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ખેરગામમાં રામજી મંદિરે ચાલી રહેલી પ્રફુલભાઈ શુક્‍લની દેવી ભાગવત કથામાં આજે દુર્ગા અષ્ટમીના દિવસે સમૂહ નવ ચંડી યજ્ઞ યોજાયો હતો. અમેરિકાથી દિલીપભાઈ ચન્‍દ્રકાન્‍ત મોદી દ્વારા ટેલિફોનિક સંકલ્‍પ લેવાયો હતો. આચાર્ય અને સહ વક્‍તા મિતેશભાઈ જોશી, ચિંતન જોશી, અનિલભાઈ શુક્‍લ, અંકુરભાઈ શુક્‍લ દીપકભાઈ બારોટ દ્વારા મન્‍ત્ર ઉચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. બીલીમોરા, ગણદેવી વિસ્‍તારના ભા.જ.પ. મહિલા અગ્રણી સુમિત્રાબેન માહલા, તા.પં. ઉપ પ્રમુખ લીનાબેન અમદાવાદી, રસ્‍મિબેન ટેલર, ઊર્મિષબેન ગજ્જર, જાગૃતિબેન અનિલભાઈ કાપડિયા, મોહનભાઈ પટેલ, બિપીનભાઈ ભેરવી, ઉષાબેન ચીમન પાડા યુવરાજ સિંહ બેસને, રમેશભાઈ કુંવાવાળા, ડો.દેવેન્‍દ્રભાઈ માહલા, લીલાબેન પટેલ, મનુભાઈ રૂપાભવાની, જીતુ રાજપુરોહિત સહીત મોટી સંખ્‍યામાં ભાવિકો યજ્ઞમાં બિરાજીને આહુતિ આપી હતી. રામજી મંદિર ટ્રસ્‍ટ, મહિલા મન્‍ડલ, જાયન્‍ટ ગ્રુપ, અને ગોપી મંડલનાસહયોગથી સુવર્ણ જ્‍યંતી મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે.
આજે કથામાં મહાકાળી પ્રાગટય ઉત્‍સવ ઉજવતા પ્રફુલભાઈ શુક્‍લ એ કહ્યું હતું કે, માઁ શબ્‍દમાં આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે. મા કરુનામયિ કાલી છે. આઠમું નોરતું મહાગોવરી માતાનું છે. શારદીય નવરાત્રી અને દેવી ભાગવત કથાને શુક્રવારે 12 વાગે વિરામ આપવામાં આવશે. માતાજીની મૂર્તિ અને જવારાને ઔરંગા નદી પર શનિઘાટ પર વિસર્જન કરવામાં આવશે. બપોરે ભોજન પ્રસાદ ભંડારો બીલીમોરાના સુમિત્રાબેન માહલા તરફથી રાખવામાં આવ્‍યો છે. વેદાંશ્રમ નાંધાઈના રતિલાલ પટેલનું મિતેશભાઈ જોશીએ સન્‍માન કર્યું હતું.

Related posts

કોવિડ-19ની સંભવિત લહેરને ધ્‍યાનમાં રાખી સેલવાસ આરોગ્‍ય વિભાગની ટીમે શહેરની દુકાને દુકાને જઈ શરૂ કરેલી ટેસ્‍ટિંગ પ્રક્રિયા

vartmanpravah

રાનકુવામાં પરિવાર કરિયાણાનો સામાન લેવા જતા તસ્‍કરો ધોળા દિવસે રૂા.1.94 લાખની મત્તા ચોરી પલાયન

vartmanpravah

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

દમણ-દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સાંસદ લાલુભાઈ પટેલનું ગૌરાંગ પટેલ ક્રિકેટ ગ્રુપ દ્વારા કરાયેલું શાહી સન્‍માન

vartmanpravah

યુપીની 21 વર્ષીય યુવતી ભૂલથી વાપી આવી પહોંચી, સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah

Leave a Comment