October 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીની આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝમાં મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો : 26મા રક્‍તદાન કેમ્‍પમાં 600 યુનિટ બમ્‍પર રક્‍તદાન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15
વાપીની જાણીતી કંપની આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં આજે બુધવારે મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. કંપની દ્વારા પાછલા 25 વર્ષથી દર વર્ષે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરે છે. આજે 26મોરક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. જેમાં સર્વોચ્‍ચ 600 યુનિટ જેટલુ રક્‍તદાન રક્‍તદાતાઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આરતી ગૃપ ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન, નિયામક ઔદ્યોગિક સુરક્ષા, શ્રમ અને રોજગાર વિભાગ તથા વાપી ગ્રીન એન્‍વાયરોના સંયુક્‍ત ઉપક્રમે આજે કંપની પરિસરમાં 26મો રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. વાપીની રોટરી બ્‍લડ બેંક, લાયન્‍સ બ્‍લડ બેંક અને રક્‍તદાન કેન્‍દ્ર વલસાડ એમ ત્રણ રક્‍તદાન બેન્‍કો આ ભગીરથ કામગીરીમાં જોડાઈ હતી. આરતી ગૃપના કામદારો સિવાય અન્‍ય કંપનીઓના કામદારોએ પણ અપૂર્વ ઉત્‍સાહભેર રક્‍તદાન કરીને ટારગેટથી વધુ 600 યુનિટ જેટલુ બમ્‍પર રક્‍તદાન કરીને 26મો રક્‍તદાન કેમ્‍પ સફળ બનાવ્‍યો હતો. કંપની ડાયરેક્‍ટર સ્‍વ.શાંતિભાઈ શાહની પૂર્ણતિથિ નિમિત્તે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કર્યું હતું. તમામ એકત્રિત રક્‍ત ત્રણેય બ્‍લડ બેંકોમાં મોકલી આપવામાં આવશે.

Related posts

બલવાડા હાઈવે ઓવરબ્રિજ પાસે રીફલેક્‍ટર અને અંધકારના પગલે એક જ અઠવાડિયામાં બીજો અકસ્‍માત

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી

vartmanpravah

દાનહઃ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સ અને હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા સ્‍પેક્‍ટ્રમ 2021-22 કાર્યક્રમનું ભવ્‍ય આયોજન

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

સેલવાસ પાલિકા હરકતમાં : બિલ્‍ડરો દ્વારા નદીમાં છોડાતા ડ્રેનેજના પાણીને બંધ કરવા શરૂ કરેલી કવાયત

vartmanpravah

Leave a Comment