Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ 9 અને સભ્‍યોના ર4 ફોર્મ રદ થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં સોમવારે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં સરપંચ પદ માટે 9 ઉમેદવારી ફોર્મ અને સભ્‍ય માટેના ર4 ઉમેદવારી ફોર્મ રદ થયા છે. ચૂંટણીમાં સરપંચ અને 1310 અને સભ્‍ય માટે 6530 ઉમેદવારી ફોર્મ શનિવારે અંતિમ દિવસ સુધીમાં ભરાયા હતા.
ગુજરાત રાજ્‍યમાં 10 હજાર ઉપરાંત ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. તે સાથે વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં સરપંચ માટે કુલ 1310 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જ્‍યારે વોર્ડ સભ્‍ય માટે કુલ 6530 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. સોમવારે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સરપંચના 9 અને સભ્‍યોના 24 ફોર્મ રદ થયા હતા. તેથી સરપંચ માટે ચિત્ર ઉપસ્‍યું હતું. અલબત મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી મંગળવારે સરપંચ કે સભ્‍યોના કેટલા ફોર્મ પરત ખેંચાયા તે પછી જ ચૂંટણી ચિત્ર સ્‍પષ્‍ટ થશે તે પછી પ્રચાર અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં ચૂંટણીયો માહોલ છવાઈ જશે.

Related posts

સેલવાસઃ ટોકરખાડા શાળાના વિદ્યાર્થીઓ માટે ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડીના ખૂંટેજ ગામે વળાંકમાં ટેમ્‍પો અને બાઈક સામ સામે અથડાતા બાઈક ચાલકનું મોત

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

વાપી સ્‍ટેશન રોડ ઉપર બે યુવાનોની કાર ઉપર ઝાડ પડયુ : બન્નેનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દિલ્‍હી રાજપથ પર પરેડનું નેતૃત્‍વ કરનાર દીવની કુ. સિદ્ધિ રમેશ બારિયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment