October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ સહિતના હોદ્દેદારોએ વલસાડ-ડાંગ સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્‍યો પૈકી પ્રમુખ, કારોબારી અધ્‍યક્ષ સહિતના હોદ્દેદારોની વરણી ગતદિવસોમાં કરવામાં આવી હતી. આજરોજ વાપી નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી પંકજભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી દેવલબેન દેસાઈ, કારોબારી અધ્‍યક્ષશ્રી મનોજભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી ધર્મેશભાઈ પટેલ, દંડક શ્રી મંગેશભાઈ પટેલે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ/ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત કરી હતી. આ તબક્કે જિલ્લા પ્રમુખશ્રી તેમજ સાંસદશ્રી દ્વારા તેમના આગામી કાર્યકાળ દરમ્‍યાનની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી શીલ્‍પેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, વાપી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના જુજવામાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬૧ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

vartmanpravah

વાપી જેસીઆઈએ 30મા સ્‍થાપના દિવસની મેગા સેલિબ્રેશન સાથે કરી

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 62મા મુક્‍તિ દિવસની ઉત્‍સાહ અને ઉમંગથી કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં રૂા. 3613.26 લાખના ખર્ચે વિકાસના 986 કામો મંજૂર

vartmanpravah

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

vartmanpravah

ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર

vartmanpravah

Leave a Comment