August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

હિમેશ સુનિલ ટંડેલ અને હાર્દિક દોલત ટંડેલ બન્ને સગીરો
રવિવાર હોવાથી ખાડીમાં ન્‍હાવા ગયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડનાહિંગરાજ ગામે આજે ગોઝારી કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં 16 વર્ષિય બે સગીર વિદ્યાર્થી રવિવાર હોવાથી વહેલી સવારે દરિયામાં ડૂબી જતા મરણ પામ્‍યા હતા. ઘટનાથી ગામમાં શોકની કાલીમાં સાથે પરિવારોએ રોકકળ કરી મુકી હતી.
વલસાડના હિંગરાજ ગામ પાસે આવેલ દરિયા કિનારે વેકરીયા હનુમાન પાસે આવેલ બામ ખાડીમાં રવિવારની રજા હોવાથી શાળાના પાંચ મિત્રોને દરિયા કિનારે ન્‍હાવા ગયા હતા. અચાનક ખાડીમાં ભરતીનું પાણી વધી જતા ગામના હિમેશ સુનીલ ટંડેલ અને હાર્દિક દોલત ટંડેલ બન્ને 16 વર્ષિય સગીરો ખાડીમાં બન્ને સગીરો ડૂબ્‍યા હતા. ગ્રામજનોને ઘટનાની જાણ થતા આખુ ગામ ખાડીએ પહોંચ્‍યું હતું. માછલીની જાળ અને દોરડા નાખીને કિશોરોની શોધખોળ હાથ ધરી હતી. ઘટનાની જાણ બાદ પરિવારજનો પણ ખાડીએ દોડી આવ્‍યા હતા. ડૂબેલા બન્ને કિશોરોને બે-ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્‍યા હતા. પોલીસ અને એમ્‍બ્‍યુલન્‍સની મદદથી બન્નેને કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કરતા ઘટનાથી ગામ આખુ શોકમગ્ન બની ગયું હતું. દરિયામાં ડૂબી જવાથી પુત્રના મોતની જાણ થતાં હિમેશ અને હાર્દિકની માતા બેભાન થઈ ઢળી પડી હતી.

Related posts

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

vartmanpravah

ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં કબડ્ડી સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈને 191રને હરાવી ગુજરાતની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

Leave a Comment