Vartman Pravah
Breaking Newsદેશવલસાડ

અતુલ સ્‍મશાન ગૃહમાંકોવિદની બીજી લહેરમાં 103 જેટલા મૃતકોનો અગ્નિ સંસ્‍કાર કરનારનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાયું

ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવનાર રમણભાઈ પટેલનું પોલીસ અને ડીડીઓએ સન્‍માન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વલસાડ શહેર અને જિલ્લામાં ગત એપ્રિલ તા.26-27 ના રોજ કોવિડની બીજી લહેરમાં ટપોટપ લોકો મરી રહ્યા હતા. તે સમયે અતુલમાં કૃત્રિમ સ્‍મશાનની સુવિધા પણ ઉભી કરવી પડેલી. આ સ્‍મશાનમાં લગાતાર બે દિવસમાં 103 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરનારા સેવાભાવી શ્રી રમણભાઈ પટેલનું નામ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાવાયું છે.
કોવિડની બીજી કારમી અને ભયંકર લહેર 2020 એપ્રિલમાં આવી હતી. તા.20 થી 25 વચ્‍ચે વલસાડ વિસ્‍તારના લોકો ટપોટપ મરી રહ્યા હતા. સ્‍મશાન ગૃહોમાં શબોની કતારો લાગતી હતી તેવા દુઃખદ સમયે અતુલ પાસે કૃત્રિમ સ્‍મશાન બનાવાયું હતું. આ સ્‍મશાનમાં એપ્રિલ તા.26-27ના રોજ 103 જેટલા શબોનું સેવાભાવી એવા આદિવાસી શ્રી રમણભાઈ પટેલે ખડેપગે ઉભા કરી અગ્નિ સંસ્‍કાર કરેલા. જેની નોંધ ઈન્‍ડિયા બુક રેકોર્ડમાં નોંધાઈ અને તેમને સન્‍માન કરાયેલું તેથી વલસાડમાં એસ.પી. અને ડી.ડી.ઓ. અને સામાજીક આગેવાનોએ સેવાના ભેખધારી શ્રી રમણભાઈ પટેલનું ખાસ સન્‍માન કર્યુંહતું.

Related posts

vartmanpravah

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

‘નગરપાલિકા આપકે દ્વાર’ અભિયાન અંતર્ગત દમણ ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા અને ચીફ ઓફિસર સંજામ સિંઘ સહિત કર્મચારીઓએ ઘાંચીવાડમાં કરેલો જનસંપર્ક

vartmanpravah

મલાવની મચ્‍છરે રેફ્રિજરેટર કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડગ્રેબિંગ ફરિયાદની તપાસમાં વિલંબ થતા કલેકટરનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment