April 29, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આજથી ત્રણ દિવસીય દાનહ મુલાકાતનો કાર્યક્રમ

  • આજે વિવિધ 17 જેટલા કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ સમીક્ષા કરશે

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મુલાકાતના પગલે જિલ્લા તંત્ર અને વિવિધ વિભાગો સતર્ક અને સક્રિય : કોઈ ત્રુટી નહી રહી જાય તેની લઈ રહેલા કાળજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આવતી કાલથી ત્રણ દિવસીય દાદરાનગર હવેલી મુલાકાતનો આરંભ થઈ રહ્યો છે. તેમનું રાત્રિ રોકાણ પણ દાદરા નગર હવેલી ખાતે જ થવાનું છે અને અત્‍યારે કાર્યરત વિવિધ પ્રોજેક્‍ટોનું તેઓ નિરીક્ષણ કરી તેમની સમીક્ષા પણ કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલ તા.07મી જાન્‍યુઆરીના રોજ સવારના સત્રમાં અથાલ બ્રીજ, યાત્રિ નિવાસ ફલાયઓવર, પંચાયત માર્કેટ, સેન્‍ટ્રલ પાર્ક, દાદરા સ્‍કૂલ, દાદરા-તિઘરા રોડ, પિપરીયા ફલાય ઓવર, વેજીટેબલ માર્કેટ અને ઝંડાચોક સ્‍કૂલના કામકાજનું નિરીક્ષણ કરશે.
બપોરના સત્રમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલની નવી બિલ્‍ડીંગ, વેજીટેબલ માર્કેટ, સ્‍કાય વોક, ટોકરખાડા સ્‍કૂલ, મેડિકલ કોલેજ, પેરામેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને સાયલી સ્‍ટેડિયમનું નિરીક્ષણ કરી જરૂરી દિશા-નિર્દેશો પણ આપશે. રાત્રિ રોકાણ દમણગંગા સર્કિટ હાઉસ ખાતે તેઓ કરવાના હોવાનું જાણવા મળે છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાતના પગલે જિલ્લા તંત્ર ખુબજ સક્રિય બન્‍યું છે અને પીડબલ્‍યુડી, સિલવાસા સ્‍માર્ટ સીટી લિમીટેડ, (એસએસસીએલ), શિક્ષણ વિભાગ, પીડીએ, આરોગ્‍ય વિભાગ, જિલ્લા પંચાયત જેવા વિભાગો હરકતમાં આવ્‍યા છે અને પોતાના કાર્યમાં કોઈ ત્રુટી તો નહીં રહી ગઈ હોય અને પ્રશાસકશ્રીની બાજ નજર હેઠળ નહી આવે તેની કાળજીપણ લઈ રહ્યા છે.
શનિવારે પણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લગભગ 17 જેટલા વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ તેની સમીક્ષા પણ કરશે.

Related posts

ટોકરખાડા શાળામાં વિદ્યાર્થીનીઓ માટે હેલ્‍પ ડેસ્‍કનો કરાયેલો શુભારંભ

vartmanpravah

ભાજપ હાઈકમાન્‍ડે દાનહના ચૂંટણી પ્રભારી તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ખેલેલો માસ્‍ટર સ્‍ટ્રોક

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

બિલયાની પ્રાથમિક શાળામાં કોરોમંડલ કંપનીએ નિર્માણ કરેલ બે ઓરડાનું કલેકટરના હસ્‍તે લોકાર્પણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહની કિલવણી ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બીજા કે ત્રીજા હપ્તાની બાકી રકમ તાત્‍કાલિક ચૂકવવા અપાયેલી સૂચના

vartmanpravah

Leave a Comment