January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

સૌથી વધુ કેસ વલસાડ વિસ્‍તાર-પ8, વાપી-ર8, પારડી-ઉમરગામ 11-11 તેમજ ધરમપુર કપરાડામાં એક-એક નોંધાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને રેડ સિગ્નલ આપી દીધું છે. આજે ગુરુવારે ભૂતકાળના તમામ આંકડા પાર કરી સૌથી વધુ 107 પોઝિટિવ કેસ નોંધાતા વહીવટીતંત્રની ઊંઘ હરામ બની ચૂકી છે.
વલસાડ જિલ્લામાંઅકલ્‍પનીય હદે આજે કોરોના 107 સંક્રમિત કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વલસાડ વિસ્‍તારમાં પ8, વાપી-ર8, પારડી-ઉમરગામ 11-11 તેમજ ધરમપુર કપરાડામાં એક એક મળી જિલ્લામાં કુલ 107 પોઝિટિવ કેસ ચિંતાજનક સ્‍થિતિમાં વધી ચૂક્‍યા છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં સૌ કોઈ વિસરી ગફા હતા કે કોરોના ચાલી ગયો પણ એ મોટી ભૂલ હતી. કોરોનાએ વલસાડ જિલ્લામાં ત્રીજી લહેરનો આરંભ કરી દીધો છે. એક તરફ ઓમિક્રોનના કેસ પણ જિલ્લામાં વધી રહ્યા છે. તો બીજી તરફ છેલ્લા બે દિવસથી કોરોના બેફામ બની ચૂકયો છ. હજુ પણ સમય છે. કોરોના ગાઈડલાઈનનું સખ્‍તાઈથી પાલન નહી કરાવાય તો બીજી લહેરમાં ઉભા થયેલા દૃશ્‍યો અને સ્‍થિતિ ફરી ઉભી ના થાય તેની સાવધાની પ્રશાસને અને વ્‍યક્‍તિગત રૂપે રાખવી જ રહી.

Related posts

શેર માર્કેટમાં રોકાણના નામે મસાટના યુવકે દાદરા નગર હવેલી અને પડોશના ગુજરાતના લોકોને કરોડોનો ચુનો ચોપડી ફરાર

vartmanpravah

સુખલાવમાં બે બાઈક સામસામે અથડાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આધાર જ વ્‍યક્‍તિની ઓળખઃ આમોદ કુમાર: આધારના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા હેતુ સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah

Leave a Comment