January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

  • સાંજે લક્ષદ્વીપથી પરત ફરી સીધા સચિવાલય થઈ સેલવાસ હંકારી ગયેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

  • દેશના ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસની સાથે સાથે શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક વિકાસનો પણ તાલમેલ જાળવતા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું આજે સાંજે લગભગ 4:00 વાગ્‍યે લક્ષદ્વીપથી દમણ ખાતે આગમન થયું હતું. તેઓએ એક ક્ષણનો પણ પોરો ખાધા વગર સાંજે નાની દમણ પાવર હાઉસના સચિવાલય ખાતે પહોંચી ગયા હતા અને ત્‍યાંથી સીધા સેલવાસ હંકારી ગયા હોવાનું જાણવા મળે છે.
સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ માટે ચિંતિત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણેય જિલ્લાનો સર્વાંગી, સમતોલ અને લાક્ષણિક રીતે વિકાસ કરવાના આગ્રહી છે. દીવને ટૂરીસ્‍ટ હબ બનાવવાની સાથે દાદરા નગર હવેલીની આદિવાસી સંસ્‍કૃતિને જાળવી તેને પ્રવાસન વિકાસમાં સાંકળી ઔદ્યોગિક વિકાસના પક્ષધર છે. જ્‍યારે દમણને પ્રવાસન અનેઔદ્યોગિક નગરી બનાવવા પણ તેઓ ઉત્‍સુક જણાય છે. પ્રદેશનો ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસની સાથે શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક વિકાસ માટે પણ સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાનું શ્રેષ્‍ઠ દાયિત્‍વ નિભાવ્‍યું છે.

Related posts

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah

છીરીના રામજશસિંહ ગુમ થયા

vartmanpravah

ધરમપુરના આંબોસી ભવઠાણ ગામમાં સંકલ્‍પ યાત્રા આવી પહોંચતા ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરાયું

vartmanpravah

વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

આજે રક્ષાબંધન પવિત્ર પર્વે નિમિત્તે વાપીપાલિકાની ભેટ : બહેનો અને બાળકો માટે સીટી બસમાં નિઃશુલ્‍ક સફર

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

Leave a Comment