Vartman Pravah
Breaking Newsદીવદેશ

શિક્ષણ અને રમતગમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છેઃ રમતગમત અધિકારી મનિષ સ્‍માર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21
‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ હેઠળ દીવની ગેલેક્‍સી સ્‍કૂલમાં રાઈફલ શુંટીગ સ્‍પર્ધાના વિજેતાઓને પ્રોત્‍સાહન પુરસ્‍કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રમત-ગમત અધિકારી શ્રી મનિષ સ્‍માર્ટે વિજેતાઓને તેમના હસ્‍તે મેડલ આપી સન્‍માનિત અને પ્રોત્‍સાહિત કર્યાહતા.
શ્રી મનિષ સ્‍માર્ટે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, આપણા શરીર અને મનના સ્‍વાસ્‍થ્‍ય માટે રમતગમતનું ઘણું મહત્‍વ છે અને શિક્ષણ અને રમતના સમન્‍વયથી જ સંપૂર્ણ વ્‍યક્‍તિત્‍વનો વિકાસ શકય છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રમતગમત સચિવ શ્રીમતી પૂજા જૈનની આગેવાની હેઠળ અને દીવ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી સલોની રાયના સક્રિય સહકારથી સમગ્ર પ્રદેશમાં રમતગમત સંબંધિત ગુણવત્તાયુક્‍ત સુવિધાઓ અને પ્રશિક્ષણ કાર્યનું અસરકારક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં ગેલેક્‍સી સ્‍કૂલના પ્રિન્‍સિપાલ મિસ્‍ટર જોબિને સ્‍પોર્ટ્‍સ ઓફિસર શ્રી મનીષ સ્‍માર્ટનો વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્‍સાહિત કરવા અને શાળામાં આવવા બદલ આભાર માન્‍યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન અને આયોજન શારીરિક શિક્ષણ શિક્ષક શ્રી વૈભવ સિંઘ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

vartmanpravah

વાપી નગરના લોકોએ સતત 20 વર્ષ માટે ભાજપને પાલિકાની શાસન ધૂરા સંભાળવા આપેલો જનાદેશ

vartmanpravah

તુલીપ હોટલ કાંડની ઘટનાથી ભાજપની પ્રતિષ્‍ઠાખરડાતા દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહ 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

વાપી ટાઉનમાં રાત્રે શટરોના તાળા ફંફોસતા બે સ્‍થળોથી બે ઇસમો પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

Leave a Comment