(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21
વલસાડ જિલ્લામાં બેફામ બની રહેલ કોરોના સંક્રમણને ધ્યાને લઈને જિલ્લાના વલસાડ અને વાપી શહેરમાં તા. રર/1/રરથી તા. ર9/1/રર સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 6.00 સુધી કરફયુ અમલી રહેશે તેવું ગૃહ વિભાગેફરમાન કર્યુ છે.
વલસાડ જિલ્લામાં વલસાડ અને વાપી શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને નિયંત્રિત કરવા માટે ગૃહ વિભાગે રાજ્યમાં ર1 મહાનગરો અને શહેરોમાં રાત્રી કરફયુ અમલી કરવાનો નિર્ણય લીધો છે. તેથી વાપી-વલસાડ શહેરોમાં વાણિજ્ય પ્રવૃત્તિઓ રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમજ કોરોના ગાઈડ-લાઈન મરણ અને લગ્ન પ્રસંગમાં સખ્તાઈથી અમલ કરવાનો રહશે. જાહેર મેળાવડા-સમારંભો યોજી શકાશે નહી.
શાળા-કોલેજોની પરીક્ષાઓ એસ.ઓ.પી.મુજબ યોજી શકાશે. સ્પોર્ટ્સ પ્રવૃતિ પ્રેક્ષકોની હાજરી વગર ચાલુ રાખી શકાશે. કરફયુ દરમિયાન બિમાર વ્યક્તિ તથા મુસાફરોને ટિકિટ રજૂ કર્યાથી કરફયુમાં છૂટછાટ અપાઈ છે તેમજ આવશ્યક સેવાઓને છૂટછાટ અપાઈ છે.