December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કેરીમાં ફળ કપાસી (સ્‍પોન્‍જીટીસ્‍યુ) અટકાવવા 80 ટકા પરિપક્‍વતા ફળ તોડવા અનુરોધ

ખાસ કરીને આફૂસ અને જમાદાર કેરીના પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસીનો ઉપદ્વવ વધુ જોવા મળે છે

સવારે ઠંડા પ્રહરમાં અથવા તો સાંજે 4 વાગ્‍યા પછીકેરી તોડવા સૂચન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: આંબાપાક વલસાડ જિલ્લાનો મુખ્ય ફળપાક છે. આંબાવાડીમાં આગામી મે-જુન માસમાં કેરીપાકનું ઉત્પાદન મળશે. આંબાની આફૂસ અને જમાદાર જાતોમાં ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)ને કારણે આંબાવાડીમાં અલગ અલગ પ્રમાણમાં નુક્શાન થાય છે. આ ઉપદ્રવ આફૂસ અને જમાદાર જાતની કેરીઓમાં વધારે જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમી જમીન પરથી પરાવર્તિત થતી ગરમી – લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન થાય છે. નુકસાનીવાળો ભાગ બરાબર પાકતો નથી તેને ફળ કપાસી તરીકે જાણવામાં આવે છે. આવા ફળો બહારથી પારખી શકાતા નથી. કેરી ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)થી કેરીપાકને નુક્શાન થતુ અટકાવવા માટે સંકલિત વ્યવસ્થાપન કરવા માટે ખેડૂતોએ આફૂસ જાતના ફળો લીલા પણ પરિપક્વ હોય તેવા (૮૦% પરીપક્વતા) ફળ તોડવામાં આવે તો ફળ કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે. પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વધુ જોવા મળે છે. આંબાવાડીમાં ખુલ્લી જગ્યામાં ડાંગર કે અન્ય સૂકા ઘાસચારાનું પરાળ કે પાદડાંનુ આવરણ પાથરવાથી જમીન વધુ ગરમ થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતા છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ. સવારના ઠંડા પહોરે કે સાંજના ચાર વાગ્યા પછી કેરી તોડવી જોઈએ એમ વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે અખબાર યાદીમાં જણાવ્યું છે.

Related posts

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

ધો.10 બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું 64.77 ટકા પરિણામ

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વેલકમ કીટ આપી પાઠવેલી શુભકામના

vartmanpravah

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

Leave a Comment