પોસ્ટ ઓફિસથી દિપક ધોબી અને કબ્રસ્તાન રોડ પરથી સદાબ રહેમત અલી શેખ નામના આરોપી ઝડપાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28
વાપી ટાઉન પોલીસે બુધવારે રાત્રે નાઈટ પેટ્રોલીંગમાં હતી ત્યારે જુદા જુદા વિસ્તારોમાંથી અંધારામાંલપાતા છુપાતા શટરોના તાળા ફંફોસતા બે ઈસમો ઝડપાયા હતા. પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી ટાઉન પોલીસ બુધવારે રાત્રે પોસ્ટ ઓફિસ રોડ ઉપરપેટ્રોલીંગમાં હતી. ત્યારે અંધારામાં શંકાસ્પદ રીતે કોઈ ઈસમ શટરના તાળા ફંફોસતો નજરે પડયો ઈસમ લપાતા છુપાવવાની કોશિષ કરતા જ હતો ત્યાં ઝડપી લીધો પૂછપરછમાં નોકરી ધંધાની વાતચીત સ્પષ્ટ જણાવી શકેલ નથી.તેથી દિપક વિશ્રામ ધોબી (ઉ.વ.3પ) રહે. કબ્રસ્તાન રોડ કાસની ચાલની પોલીસે અટક કરી હતી. તો આજ રાત્રે બીજો બનાવમાં મહાત્મા ગાંધી રોડ ઉપર રાત્રે આરોપી સદામ રહેમત અલી (ઉ.વ.30) રહે. કબ્રસ્તાન રોડ અની હોમ બિલ્ડીંગ સામેની પણ એજ રીતે અંધારામાં લપાતા છુપાડા પકડી લીધો હતો બંને ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.