November 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

મુંબઈ તરફથી આવતા માલવાહક ટ્રક, કન્‍ટેનર,ટ્રેલરો મહારાષ્‍ટ્રની સીમા તલાસરી, સુત્રકાર, વેલુગામ થઈ દાનહની સીમામાં હવે અવાગમન કરી શકશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટીએ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક અને પરિવહન મંત્રી શ્રી નિતિન ગડકરી અને દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર માની અભિનંદન પાઠવ્‍યા હતા.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે ખુશીની વાત છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી છેલ્લા ઘણા વર્ષોથી વિલંબમાં પડેલા કાર્યો પૂર્ણ થવા જઈ રહ્યા છે. કેન્‍દ્રીય સડક અને પરિવહન, રાજમાર્ગ મંત્રી શ્રી નિતિન ગડકરીએ રાષ્‍ટ્રીય રાજમાર્ગ રખોલી-ખડોલી અને વેલુગામ ફોર લેન સડક બનાવવા માટે 163.06 કરોડ રૂપિયા અને દીવના વિકાસ કાર્ય માટે રૂા.90 કરોડ ફાળવવાથી ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ માટે ઔદ્યોગિક અને પર્યટન ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલી રહ્યો છે.
કેન્‍દ્ર સરકાર પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 250 કરોડની ફાળવણી કરી જેથી દાદરા નગર હવેલીમાં મુંબઈ તરફથી અને આવનારા માલવાહક ટ્રક, કન્‍ટેનર, ટ્રેલર અને ઔદ્યોગિક, પર્યટક ક્ષેત્રમાં આવવા-જવા માટે મહારાષ્‍ટ્રની સીમા તલાસરી, સુત્રકાર, વેલુગામ થઈદાનહની સીમામાં હવે આગમન કરી શકાશે. જેમાં મુંબઈ તરફથી આવનારા રાહદારીઓએ હવે સમયની સાથે ઈંધણની પણ બચત થશે. પ્રદેશમાં વિકાસના નવા અવસર ખુલશે, ભિલાડ-રખોલી થઈ આવનારા ટ્રાફિક સમસ્‍યા ઓછી થશે.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ર014માં લોકસભા ચૂંટણી દરમિયાન જણાવ્‍યું હતું કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ સીધુ કેન્‍દ્રના દાયરામાં આવે છે અને મને પ્રદેશની સીધી સેવા કરવા માટે અવસર મળશે. આ વાતને આગળ વધારતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલેના પ્રયાસોથી પ્રદેશનો ચૌમુખી વિકાસ કાર્ય નિરંતર જારી છે.

Related posts

સેલવાસનાક્રિષ્‍ના હાઈટ્‍સ બિલ્‍ડિંગના નવમા માળેથી યુવતીએ છલાંગ લગાવી: ઘટના સ્થળે જ મોત

vartmanpravah

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયાના એમ.ડી. એચ.એમ. જોશીએ સંઘપ્રદેશના પ્રશાસક સાથે કરેલીમુલાકાત

vartmanpravah

Leave a Comment