October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના ‘‘કુંભારવાડ ચા રાજા” ગણપતિમહોત્‍સવ આ વર્ષે પણ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

ગણપતિ મહોત્‍સવ દરમિયાન ભવ્‍ય સુંદર કાંડ પાઠ પઠન, ગરબા મહોત્‍સવ તથા મહાપ્રસાદનું પણ કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દર વર્ષની માફક આ વર્ષે પણ નાની દમણના ‘કુંભારવાડ ચા રાજા’ ગણપતિ મહોત્‍સવ આકર્ષણનું કેન્‍દ્ર બનશે. 19મી સપ્‍ટેમ્‍બરે સવારે 10 વાગ્‍યે ગણપતિ સ્‍થાપના બાદ સાંજે સુંદર કાંડના પાઠના પઠનનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. સાંજે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.
શુક્રવાર તા.22મી સપ્‍ટેમ્‍બરે સાંજે 8:00 વાગ્‍યે ગરબા સ્‍પર્ધા અને શનિવાર તા.23મી સપ્‍ટેમ્‍બરના રોજ સાંજે 4:00 વાગ્‍યા બાદ વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ‘કુંભારવાડ ચા રાજા’ ગણપતિ મહોત્‍સવના આયોજક શ્રી સુરેશભાઈ નારણભાઈ ઓડ, સાંઈ એન્‍ટરપ્રાઈઝિસ અને તેમના પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા તનતોડ પ્રયાસ શરૂ કર્યા છે.

Related posts

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

vartmanpravah

ચારધામની યાત્રા પર ગયેલા વાપી અંબામાતા મંદિરનાપૂર્વ પૂજારીનું હૃદય રોગથી ગંગોત્રી નજીક મોત

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ તથા અન્‍ય રાજ્‍યપાલો સાથે ઉપરાષ્‍ટ્રપતિ ભવન ખાતે હાઈ ટી દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર કરેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

Leave a Comment