October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

તુલીપ હોટલ કાંડની ઘટનાથી ભાજપની પ્રતિષ્‍ઠાખરડાતા દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહ 6 વર્ષ માટે ભાજપના પ્રાથમિક સભ્‍યપદેથી સસ્‍પેન્‍ડ

દીવ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ મોહનભાઈ લક્ષ્મણે જારી કરેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.12 : દીવ ખાતે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ બિપિનભાઈ એલ. શાહની હોટલ તુલીપમાં ચાલતી ગેરરીતિના સંદર્ભમાં મીડિયા તથા સોશિયલ મીડિયામાં શરૂ થયેલી ચર્ચાથી ભાજપની ખરડાયેલી છબી માટે કસુરવાર ઠેરવી બિપિનભાઈ એલ. શાહને તાત્‍કાલિક અસરથી ભારતીય જનતા પક્ષના પ્રાથમિક સભ્‍યપદેથી 6 વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ આજે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લક્ષ્મણે જારી કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કોઈની પણ સાડાબારી રાખ્‍યા વગર ખુબ જ તટસ્‍થતાથી શરૂ કરેલી કાર્યવાહીમાં હોટલ તુલીપમાં ડાન્‍સબાર સહિતની ગેરરીતિઓને દીવ પોલીસે પકડી પાડી હતી અને પ્રશાસને કોઈપણ પ્રકારના ભેદભાવ રાખ્‍યા વગર હોટલ તુલીપને સીલ કરવાનો નિર્ણય લીધો હતો.
આજે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મોહનભાઈ લક્ષ્મણે ભાજપની પ્રતિષ્‍ઠા ઉપર વધુ ડાઘ નહીં લાગે એ હેતુથી તાત્‍કાલિક અસરથી 6 વર્ષ માટે બિપિન એલ. શાહને સસ્‍પેન્‍ડ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો.

Related posts

ફાતિમા સ્‍કૂલ ખાતે આજે પોસ્‍કો એક્‍ટ અંગેનો કાનૂની શિબિર

vartmanpravah

ધરમપુરમાં વર્ષો પહેલા હોળી વખતે રમાતી લુપ્ત થઈ ગયેલી પારંપરિક રમત આટયા પાટયા(હીર પાટા) આ વર્ષે હોળીનાં તહેવારમાં ફરી એક વાર રમાઈ

vartmanpravah

ખડકીમાં રામ ભક્ત જલારામ બાપાના મંદિર નું ડીમોલેશન

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજમાં મહિલા દિન અવસરે સ્ત્રી રોગ સમસ્‍યા સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી-વલસાડ રેલવે ટ્રેક ઉપર ગાય આવી જતા ‘વંદે ભારત’ ટ્રેનને વધુ એક અકસ્‍માત નડયો

vartmanpravah

Leave a Comment