October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઈએની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો વિજય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.25
આજરોજ યુઆઇએના 15 બોર્ડ ઓફ ડાયરેક્‍ટર્સની નિયુક્‍તિ માટે ચૂંટણી હાથ ધરવામાં આવી હતી. બે પેનલ વચ્‍ચે રસાકસી ભર્યા માહોલમાં મતદારની ટકાવારી ઊંચી જતા 727 મતદાર સભ્‍યમાંથી 660 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી 30 વોટ રદ થતા 630 વોટની ગણતરી કરવામાં આવી હતી.
મતદાનનો સમય પૂર્ણ થયા બાદ હાથ ધરેલી ગણતરીમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રી ટીમના ઉમેદવારોનો વિજય થવા પામ્‍યો હતો. વિજય હાસલ કરનારોમાં 1. વિઝન શ્‍યામ 423 (2. ગુપ્તા દિપક 394 (3. પટેલ અમળત 393 (4. પંચાલવિપુલ 382 (5. બારી જીગ્નેશ 380 (6. લદ્દા બ્રિજ ગોપાલ 373 (7. બંનથીઆ નરેશ 371 (8. શાહ ભરત 367 (9. પુઠાવાલા નીરજ 358 (10. હીરાની નીતિન 357 (11. પંચાલ કેતન 348 (12. દેવાર સર્વનન 347 (13. મંગે નવીન 340 (14. મહેતા નિતીન 328 (15. થમ્‍મન -સાદ 319. આ 15 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવનાર 30 ઉમેદવારોમાંથી મત હાંસલ કરવામાં અગ્રેસર રહેતા મેમ્‍બર બોર્ડ ઓફ ડાયરેક્‍ટર ઓફ યુઆઇએ 2022-2024 ના સમય માટે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે.
હવે પ્રમુખ તરીકે કોની નિયુક્‍તિ કરવામાં આવશે એના ઉપર તમામની નજર મંડરાયેલી છે.

Related posts

વાપીમાં સોશિયલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વર્ષભર માટે રામ રોટીનો પ્રારંભ

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

vartmanpravah

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

vartmanpravah

Leave a Comment