October 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: એમ.જી.એમ. એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક શાળા, દમણમાં આજે ભવ્‍ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શાળા પરિવાર દ્વારા આયોજિત આ આનંદ મેળામાં શાળાના માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ખાણીપીણીની વિવિધ ચીજવસ્‍તુઓસાથે વિવિધ પ્રકારની મનોરંજક રમતોના 27 સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્‍થાના પૂર્વ અધ્‍યક્ષ શ્રી જોગીભાઈ ટંડેલ, સક્રિય અધ્‍યક્ષ શ્રી જીજ્ઞેશભાઈ જોગી, સેક્રેટરી શ્રી રુદ્રેશભાઈ ટંડેલ, ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ અને સંસ્‍થાના સભ્‍યો શ્રી મૃદુલભાઈ ટંડેલ, શ્રી જયંતિભાઈ ટંડેલ વગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.
સંસ્‍થાના સેક્રેટરી શ્રી રૂદ્રેશભાઈ ટંડેલ અને ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ, મેનેજમેન્‍ટ સભ્‍ય શ્રી મૃદુલભાઈ ટંડેલ, આચાર્ય શ્રી દીપકભાઈ મિષાી અને સુપરવાઈઝર શ્રી બી.ડી. જગતાપે રીબીન કાપી આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કર્યું હતું. શાળાના શિક્ષક શ્રી દીપક મિષાી અને સુપરવાઈઝર શ્રી બી. ડી.જગતાપના નેતૃત્‍વમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સતત મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. સવારે 10 થી સાંજના 6 વાગ્‍યા સુધી આ આનંદ મેળામાં તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનોએ ડીજેના સંગીતના તાલે નૃત્‍ય કરતાં વિવિધ રમતો અને વિવિધ ખાદ્યપદાર્થોનો આનંદ માણ્‍યો હતો.
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંસ્‍થાના અધ્‍યક્ષ શ્રી જીજ્ઞેશભાઈ જોગી અને સેક્રેટરીશ્રી દ્વારા સંગીત ટ્રેક પર ગાયેલા નવા અને જૂના ગીતો આકર્ષણનું કેન્‍દ્ર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંકલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું. શિક્ષણ અને વિદ્યાર્થીઓનેકેન્‍દ્રમાં રાખીને આયોજિત આ કાર્યક્રમના સફળ આયોજનને તમામ મહેમાનો અને વાલીઓએ બિરદાવ્‍યું હતું.

Related posts

પારડીમાં બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્‍મજયંતિ ઉજવણીની કરાશે

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્‍વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધાઓ મોકૂફ રાખવા બાબત

vartmanpravah

કપરાડાના માંડવા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં બિમાર કિશોરને એક્‍સપાયરી ડેટની દવા આપી

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

Leave a Comment