(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24: એમ.જી.એમ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક શાળા, દમણમાં આજે કળષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રિ-પ્રાયમરી વિભાગના ઝળહળતા સ્ટાર્સ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે આનંદ અને ભક્તિતભાવ સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન શ્રી જીજ્ઞેશભાઈ જોગી, પૂર્વ ચેરમેન શ્રી જોગીભાઈ ટંડેલ, સેક્રેટરી શ્રી રૂદ્રેશભાઈ ટંડેલ, ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ અને સંસ્થાના કમિટી મેમ્બર શ્રીજયંતિભાઈ ટંડેલ, શાળાના ઓએસડી શ્રી રમેશભાઈ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ કાર્યક્રમમાં સંસ્થાના સેક્રેટરી શ્રી રૂદ્રેશભાઈ ટંડેલે વિદ્યાર્થીઓને કળષ્ણ જન્મની કથા અને કળષ્ણની બાળ લીલા અને દહીં હાંડીનું આયોજન કરવાના મહત્વ વિશે માહિતી આપી હતી.
સંસ્થાના અધ્યક્ષ શ્રી જિજ્ઞેશભાઈ જોગીએ શાળામાં આયોજિત આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પ્રશંસા કરીને આનંદ વ્યક્ત કર્યો અને કોલકાતામાં પીડિત ડોક્ટર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી અને કહ્યું, ‘‘હું તમારી સાથે છું” તેના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ‘મી ટુ’ ઝુંબેશ ચલાવવા માટેનું આહ્વાન કર્યું હતું.
શાળાના શિક્ષક શ્રી દીપક મિષાી, સુપરવાઈઝર શ્રી બી.ડી. જગતાપ અને હેડ મિસ્ટ્રેસ શીતલ પટેલના નેતૃત્વમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સતત મહેનતે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
——–
